નવી દિલ્હી,તા. 15
અનેક એન્ડ્રોઇડ યુઝર્સ આઈફોનમાં સ્વિચ કરવા માગે છે પણ વોટ્સએપ ચેટ ટ્રાન્સફર ન હોવાના કારણે આમ નથી થઇ શકતું.હવે આવા લોકો માટે સારા ખબર છે કે વોટ્સએપ અને એપલે મેસેજીંગ એપ ડેટાને એન્ડ્રોઇડથી આઈઓએસ પર પોર્ટ કરવાની સુવિધાની માગણી કરી છે.
આ ઓપ્શન પહેલા વોટ્સએપ બીટા વર્ઝન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ વીકમાં જ બધા યુઝર્સ માટે આ ફિચર જાહેર કરવામાં આવશે. ગત વર્ષે ગુગલ અને વોટ્સ એપે જાહેરાત કરી હતી કે યુઝર્સ ચેટ્સને આઈઓએસથી એન્ડ્રોઇડ પર ટ્રાન્સફર કરી શકે છે.
હવે યુઝર્સ એન્ડ્રોઇડથી આઈઓએસ પર વોટ્સએપ ચેટ્સને સરળતાથી ટ્રાન્સફર કરી શકે છે. અલબત, હાલ બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે, પણ એક સપ્તાહમાં તેને બધા માટે જાહેર કરી દેવામાં આવશે. આ ફિચરનો ઉપયોગ કરવા માટે આપની પાસે એન્ડ્રોઇડ ફોનનું વર્ઝન 5 કે તેથી વધુ હોવું જોઇએ જ્યારે વોટ્સએપ એન્ડ્રોઇડ વર્ઝન 2.22.7.74થી વધુ હોવું જોઇએ.
આ સિવાય આપનો આઈ ફોન આઈઓએસ 15.5 કે તેથી અધિકના વર્ઝન પર હોોવ જોઇએ. જ્યારે વોટ્સએપ આઈઓએસ વર્ઝન 2.22.10.70 કે તેથી વધુ હોવું જોઇએ.