ચારધામ યાત્રામાં મંદિર પરિસરમાં આકસ્મિક મોતમાં મળશે વીમા કવચ

16 June 2022 10:59 AM
India Top News Travel
  • ચારધામ યાત્રામાં મંદિર પરિસરમાં આકસ્મિક મોતમાં મળશે વીમા કવચ

દુર્ઘટનામાં મૃતક યાત્રીના પરિવારને મળશે 1 લાખ

જોશીમઠ તા.16 : ચારધામ યાત્રા પર આવનાર તીર્થ યાત્રીઓને પહેલીવાર એક લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવ્યું છે, જે મુજબ બદરીનાથ-કેદારનાથ તેમજ યમુનોત્રી-ગંગોત્રીના પરિસરમાં જો કોઈપણ તીર્થયાત્રીનું કોઈપણ દુર્ઘટનામાં આકસ્મિક મૃત્યુ થાય તો માનવ ઉત્થાન સેવા સમીતીના સહયોગથી મંદિર સમીતી વીમાની આ સુવિધા આપશે.

મૃતકના પરિવારને યુનાઈટેડ ઈન્ડીયા ઈુસ્યોરન્સ કંપનીના માધ્યમથી વીમા રકમનું પેમેન્ટ કરવામાં આવશે. બદરીનાથ, કેદારનાથ મંદિર સમીતી (બીકેટીસી)ના અધ્યક્ષ અજેન્દ્ર અજયે માનવ ઉત્થાન સેવા સમીતીના સંસ્થાપક અને પર્યટન મંત્રી સતપાલ મહારાજનો આભાર માન્યો હતો. માનવ ઉત્થાન સેવા સમીતી તરફથી વીમાનું પ્રીમીયમ યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીને અપાયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement