સુરત તા.16: મોબાઈલની ઘેલછામાં આજના યુવાનોને ન કરવાનું કરી બેસે છે.ખોટા રસ્તે ચડી ખોટુ પગલુ ભરે છે. ત્યારે એવા જ બે કિસ્સા સામે આવ્યા છે. મોબાઈલનાં વપરાશનો ઠપકો માતાએ આપતા લીંબાયતમાં એક કિશોરે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ હતું અને બીજા બનાવમાં ડીંડોલી ગણેશકુમાર પાસે 16 વર્ષની કિશોરીએ મોબાઈલ ન મળતા નાસીપાસ થઈ આત્મહત્યા કરી હતી.
લીંબાયત રહેતા કિયામુદીન અનસારી સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરે છે. તેમનો 17 વર્ષનો દિકરો અસરફ ધો.10 માં અભ્યાસ કયા; બાદ ડ્રોપ લીધો હતો. અસરફ મોટાભાગનો સમય મોબાઈલ ફોનમાં ગેમ રમવામાં અને સોશ્યલ મિડિયામાં ગાળતો હતો.હાલમાં 11 માં ધોરણમાં પ્રવેશ લેતા માતાએ ભણવાનું કહી મોબાઈલ જોવા બાબતે ઠપકો આપ્યો હતો.
અસરફને માઠુ લાગતા રૂમમાં જઈ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બીજા બનાવમાં ડીંડોલીમાં રહેતા નિલેશભાઈ સીમ્પી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે તેમની 16 વર્ષની દીકરી ઉર્વશી ઉર્ફે ટીના ધો..10 માં અભ્યાસ કરતી હતી. ઉર્વશીનો મોબાઈલ ફોન રીપેર કરવા માટે દુકાનમાં આપ્યો હતો.પરંતુ મોબાઈલ ફોન રીપેર ન થતા આવેશમાં આવી કિશોરીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.