ગાંધીનગર: ટુરીઝમમાં ગુજરાત એ હવે દેશના અનેક રાજયો સાથે સ્પર્ધા કરી છે અને ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા રાજયના ટુરીસ્ટ સ્પોટમાં ખાસ નજર રાખવા હવે ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સ્થાપશે અને રાજયમાં ટુરીઝમ વિભાગની જે મિલ્કતો છે તેના પર ખાસ નજર રાખશે. ગુજરાત ટુરીઝમ ડિપાર્ટમેન્ટ દેશના અનેક મહત્વના વિમાની મથકો તથા રેલ્વે સ્ટેશનો પર પણ ખાસ ઓફીસ ધરાવે છે અને તે તમામ એક પ્લેટફોર્મ પર લાવવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાતના ટુરીસ્ટ સ્પોટ પર આવતા સહેલાણીઓ પાસેથી સુવિધા અંગે તથા તેમના અનુભવો અંગે ખાસ ફિડબેક મેળવવાની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે અને તે રીતે સ્થાનિક અને વિદેશી બન્ને પ્રકારના સહેલાણીઓ માટે પણ તેઓની કોઈ સુવિધા અંગે તુર્તજ ફરિયાદ કરી શકશે અને તે માટે કમાન્ડ કંટ્રોલ રૂમ તુર્તજ જે તે સ્પોટ પરના ટુરીઝમ ઓફીસરનો સંપર્ક કરીને આ સહેલાણીઓને ફરિયાદો કે અસુવિધા અથવા તો તેઓને કોઈ માર્ગદર્શન જરૂરી હોય તો તે મળી જશે.
આ ઉપરાંત ટુરીઝમ વિભાગ હવે સોશ્યલ મીડીયા ખાસ કરીને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ તથા ટવીટર પર આવશે જયાં ગુજરાતના ટુરીઝમનો પૂર્ણ ખ્યાલ તથા અન્ય માહિતી સુવિધા વિ.ની માહિતી હશે. ઉપરાંત ટવીટર જેવા પ્લેટફોર્મ મારફત સહેલાણી પોતાનો અભિપ્રાય કે મુશ્કેલી પણ આવી શકશે. ઉપરાંત હવે ટુરીઝમ વિભાગ દ્વારા જીપીએસ આધારીત ટુરીસ્ટ, ગાઈડ એપ પણ તૈયાર કરશે. જેના મારફત ટુરીસ્ટ પક્ષના આયોજનો કરી શકશે.