સતાવાર સરકારી કામકાજમાં પ્રાઈવેટ વર્ચ્યુઅલ નેટવર્ક પ્રતિબંધિત

17 June 2022 11:32 AM
India Technology Top News
  • સતાવાર સરકારી કામકાજમાં પ્રાઈવેટ વર્ચ્યુઅલ નેટવર્ક પ્રતિબંધિત

ગુગલ ડ્રાઈવ કે ડ્રોપબોકસમાં ગુપ્ત સરકારી ડેટા નહી રાખી શકાય

સરકારના સંવેદનશીલ વિભાગો માટે નવી સાયબર સિકયોરીટી ગાઈડ લાઈન: કર્મચારીઓને પણ લાગું

નવી દિલ્હી: દેશમાં સાયબર સિકયોરીટી મજબૂત બનાવવા માટે હવે સરકારી કર્મચારીઓનો સતાવાર કામકાજમાં વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક, ખાનગી કંપનીઓ મારફત ઓફર થતી અનામી સેવાઓનો ઉપયોગ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે તથા બિન સરકારી કલાઉડ સેવા જેવી કે ગુગલ ડ્રાઈવ કે ડ્રોપબોકસમાં કઈ ગુપ્ત કે આંતરિક અથવા મર્યાદીત કર્મચારીઓ જ જે ડેટા મેળવી શકતા હોય તે ડેટા આ પ્લેટફોર્મ પર સ્ટોર નહી કરવા સૂચના આપી છે.

હાલમાં જ સરકારી એજન્સી ઈન્ડીયન કોમ્પ્યુટર ઈમરજન્સી રીસ્પોન્સ ટીમ દ્વારા વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક કંપનીઓ માટે ભારતમાં કામકાજના નિયમો જાહેર કર્યા બાદ અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓ એ હવે ભારતમાં તેની સેવા બંધ કરવાની ચીમકી આપી છે. વાસ્તવમાં આ પ્રકારના વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક મારફત સરકારના સંવેદનશીલ ડેટા ચોરાવાના કે સાયબર એટેકનો ભય છે. ઉપરાંત ખાનગી કલાઉડ સેવામાં પણ ડેટા સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

સરકારે તેની કર્મચારીઓને સતાવાર કામકાજમાં વધુ અઘરો પાસવર્ડનો ઉપયોગ કરવા અને સતાવાર નેટવર્કમાં એકથી વધુ વખત ઉપયોગકર્તાનું ઓથેન્ટીકેશન સીસ્ટમ અમલી બનાવવા ઓપરેટીંગ સીસ્ટમ સતત અપડેટ જ રાખવા ફકત લાયસન્સ સોફટવેરનો જ ઉપયોગ કરવા ઉપરાંત એકથી વધુ સેવા માટે એક જ પાનવર્ડનો ઉપયોગ નહી કરવા સૂચના આપી છે.ઉપરાંત ચાઈનીઝ એપ. કેમ સ્કેનર જે ભારતમાં પ્રતિબંધીત છે તેનો ઉપયોગ પણ નહી કરવા આદેશ આપ્યો છે અને મોબાઈલમાં ‘જેલ બ્રેકીંગ’ જેવા સોફટવેર જે કોઈપણ ઓનલાઈન સિકયોરીટીને તોડી શકે છે તે પણ પ્રતિબંધીત છે.


Related News

Loading...
Advertisement
Advertisement