રાજકોટ,તા. 17 : વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ હીઝ હોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ના ભાઈસાહેબ અને દાઉદી વ્હોરા સમાજના મુકાસીરે દાઅવત સૈયદી ડો. કાઇદજોહરભાઈ સાહેબ ઇઝ્ઝુદ્દીન (દા.મ.)નો મીસરી તા. 19મી જીલકાદ અંગ્રેજી તા. 18-6-22 શનિવારના 83મો જન્મ દિવસ છે. તેમને ડોક્ટર ઓફ બીઝનેસ એડમીનીસ્ટ્રેશનનો ધી યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડન દ્વારા મળેલ છે તથા ડોક્ટર ઓફ ફીલોસોફીના ડીગ્રી, મદ્રાસ યુનિવર્સિટી દ્વારા એનાયત થઇ છે.
મુંબઈમાં બનેલ શાનદાર સૈફી હોસ્પીટલ જે ચર્ની રોડ સ્ટેશન સામે બનેલ છે તે તેમની દેખરેખમાં બનેલ છે. મુંબઈના ભીંડી બજારમાં ભવ્ય ઇમારતો બની રહી છે તે સંસ્થા એસબીયુટીમાં પણ તેઓ ચેરમેન તરીકે ખીદમત આપી રહ્યા છે. તેઓ અલગ અલગ દેશો તેમજ ભારતના પ્રેસીડેન્ટસ, વડાપ્રધાનો તેમજ અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીઓની શુભેચ્છા મુલાકાત લઇ ચૂક્યા છે. આજે મુકાસીરે દાઅવતના જન્મદિવસ (સાલેગાહ) પ્રસંગ વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજ દ્વારા મુબારકબાદીનો સંદેશો આપશે તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડસવાળાએ જણાવેલ છે.