માધવપુર (ઘેડ)માં ચૂંટણી કાર્ડ-આધારકાર્ડની કામગીરી શરૂ કરવા ગ્રામજનોની પ્રબળ માંગ

18 June 2022 01:41 PM
Porbandar
  • માધવપુર (ઘેડ)માં ચૂંટણી કાર્ડ-આધારકાર્ડની કામગીરી શરૂ કરવા ગ્રામજનોની પ્રબળ માંગ

130 કિ.મી.દૂર પોરબંદર જતા અરજદારોને ધરમધક્કા

(કેશુભાઈ માવદીયા) માધવપુર,તા. 18
માધવપુર ઘેડ ગામે 25 હજારની વસ્તીના ગામે આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડની કામગીરી કરવામાં આવે તો સરકારના નિયમ પ્રમાણે આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડની સગવડતા મળે. માધવપુરને પોરબંદર જિલ્લો માધવપુરથી જતા આવતા 130 કિલોમીટર દૂર થાય છે. અનેક ધક્કા કરવા છતા આધારકાર્ડમાં નામ અટક અને જન્મ તારીખમાં સુધારો કરવામાં ધક્કા કરી નિરાશ થઇ આધારકાર્ડમાં નામનો સુધારો થતો નથી કે અટકફેર થયેલ છે તેનો સુધારો થતો નથી. અને આધારકાર્ડમાં જન્મ તારીખ પણ લખાયેલ નથી.

સરકાર તરફથી જે આવી કામગીરી કરવા માટે કોન્ટ્રાક્ટરોને જનતાને આધારકાર્ડ કરી આપવાની કામ સોંપેલા તેમાં નામ અટક ફેર કરી નાખેલ છે તથા જન્મ તારીખ લખી નથી તે કારણે સરકારી વહીવટી કામગીરી થઇ શકતી નથી. અને અશિક્ષિત અજાણ જનતાને સરકારી સુવિધાઓથી બાકાત રહેવું પડે છે. બાળકો ભણે છે તેના નામે વાલીના નામે ખાતુ બેન્કમાં ખોલાતું નથી. તથા સરકારી કચેરીઓમાં આધારકાર્ડ અટક નામ કે જન્મના પુરાવા ન હોય તો કોઇ કામગીરી થતી નથી.

ત્યારે સરકાર તરફથી માધવપુર ઘેડ ગામે તાત્કાલીક જનતાને મુળભુત અધિકાર સમા આધારકાર્ડમાં નામ અટક સુધારો કરવામાં આવે તતા આધારકાર્ડમાં જન્મ તારીખ લખી આપવામાં આવે એવી સુવિધા માધવપુર ઘેડ ગામની જનતાને મેળવવા માટે કેશુભાઈ ખીમાભાઈ માવદીયા બીએચપીના જિલ્લા ઉપાધ્યક્ષ તરફથી મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવેલ છે કે અત્યારે આધારકાર્ડની કામગીરી કરે તેઓ તરફથી નામ અટક અને જન્મતારીખ આધારકાર્ડમાં કરી આપતા નથી તો આધારકાર્ડ ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા માટે રજુઆત કરી છે.


Loading...
Advertisement
Advertisement