મુંબઈ: નાના પાટેકરની સિનેમા જગતમાં કમબેકને લઈને અનેક ખબરો બહાર આવતી રહે છે. એવા પણ સમાચારો છે કે પ્રકાશ ઝાની વેબસીરીઝ ‘આશ્રમ-4’ થી તે જલદી કમબેક કરશે. જો કે આ મામલે હજુ ઠોસ જાણકારી નથી. હવે નાના પાટેકરે ખુદે પોતાના કમબેક પ્રોજેકટને લઈને પતા ખોલ્યા છે. તેણે જણાવ્યું છે કે તે પ્રકાશ ઝાની ‘આશ્રમ-4’થી નહીં પણ પ્રકાશ ઝાની ‘લાલબતી’ વેબસીરીઝથી કમબેક કરશે.
‘લાલબતી’ એક સોશિયા પોલીટીકલ વેબસીરીઝ છે અને આ સીરીઝથી નાના પાટેકર ફરી પ્રકાશ ઝા સાથે કામ કરશે. આ પહેલા ‘રાજનીતિ’ ફિલ્મમાં બન્નેએ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ 2010માં આવી હતી. ખુદ નાના પાટેકરે જણાવ્યું હતું કે હું ‘લાલબતી’ વેબસીરીઝ કરી રહ્યો છું, જે રાજનીતિના કાળા પાનાઓ ખુલ્લા કરશે. આ વેબસીરીઝમાં નાના રાજકારણીની ભૂમિકામાં નજરે પડશે.