નવી દિલ્હી તા.20 : એપ્રિલ મહિનામાં દૂરસંચાર કંપનીઓને લગભગ 70 લાખ ગ્રાહકો ગુમાવીને નુકસાનનો સામનો કરવો પડયો છે. કારણ કે મોંઘા દરના કારણે ગ્રાહકોએ પોતાના બીજા સીમ બંધ કરાવ્યા છે. ભારતીય દૂર સંચાર નિયામક તેમજ ઓથોરીટીએ એપ્રિલના આંકડા જાહેર કરીને આ વાતનો ખુલાસો થયો છે કે નવેમ્બર 2019માં ફોન કંપનીઓ દ્વારા ચાર્જ વધારવા અને હાલમાં જ સ્માર્ટ ફોન મોંઘા થઈ જવાને લઈને લગભગ 70 લાખ સીમ બંધ થઈ ગયા છે.આ બારામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોએ પોતાના ખર્ચમાં કપાત માટે બીજા સીમને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ફોન કંપનીઓ પોતાના દર કનેકશનથી થતી આવકને વધારવા માટે લાંબા સમયથી કરી રહી છે. ફોન કંપનીઓએ પોતાના મોબાઈલ પ્લાનમાં આપેલી છૂટને પાછી ખેંચીને પ્લાન મોંઘા કરવાનું શરૂ કરી દીધું છે.