ભવિષ્યમાં ડીઝીટલ દુનિયા પાસવર્ડ મુકત બની જશે !!

20 June 2022 04:52 PM
India Technology World
  • ભવિષ્યમાં ડીઝીટલ દુનિયા પાસવર્ડ મુકત બની જશે !!

આપની ઝલક જ બની જશે પાસવર્ડ : યાદ રાખવાની ઝંઝટ જ નહીં !!

આજે યુવાનો સરેરાશ 40થી વધારે અલગ અલગ ઓનલાઈન એકાઉન્ટ ધરાવતા હોય છે એ બધાના પાસવર્ડ પણ વળી જુદા જુદા આ સંજોગોમાં પાસવર્ડને વિદાય આપવા જુદી જુદી દિગ્ગજ કંપનીઓ- ગુગલ, એપલ, વિસા, સેમસંગ, માઈક્રોસોફટ કામે લાગી છે: નવી ટેકનીકમાં ફેસ રેકગ્નાઈઝેશન કે ફિંગર પ્રિન્ટનો વિકલ્પ હોવાથી પાસવર્ડ ભુલવાની સમસ્યા નહીં રહે

નવી દિલ્હી : વિચારો, જો પાસવર્ડ ભૂતકાળ બની જાય, બસ આપની એક ઝલકથી જ આપના બધા ઓનલાઈન એકાઉન્ટ સક્રીય થઈ જશે, ના પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટ કે ના તેને વારંવાર બદલવાની જરૂરત. પાસવર્ડનો આ કોયડો ઉકેલવાનો નવો વિકલ્પ શું છે અને તે કેટલો સુરક્ષિત છે તેના વિષે જાણીએ. ઈ-મેલ લોગીન કરવાથી લઈને બેન્કીંગ અને શોપીંગ વેબસાઈટ સુધી દરરોજ કેટલા પાસવર્ડની જરૂર પડે છે. આપણને ડીઝીટલ દુનિયામાં જવા માટે! આંકડાની નજરે જોઈએ તો આજના યુવાનો પાસે સરેરાશ 40 જેટલા અલગ અલગ ઓનલાઈન એકાઉન્ટ હોય છે, જયાંથી તેઓ લેવડ-દેવડ કરતા હોય છે કે લોકો સાથે જોડાતા હોય છે. કેટલાક લોકો પાસે તો આથી વધુ પાસવર્ડ હોય છે, વિચારો, આટલા બધા એકાઉન્ટ માટે કેટલા પાસવર્ડ આપે યાદ રાખવા પડતા હશે. આથી મજબૂત પાસવર્ડ બનાવવો મોટાભાગના લોકોને મુશ્કેલ લાગે છે.

આ સંજોગોમાં આવા લોકો માટે દુનિયાની કેટલીક દિગ્ગજ કંપનીઓ જેમકે ગુગલ, એપલ, વિસા, સેમસંગ, માઈક્રોસોફટ વગેરે અનેક પાસવર્ડ રાખવાની અનિવાર્યતાને ઉકેલવા માટે કામ કરી રહી છે. મોબાઈલ થશે પાસવર્ડનો વિકલ્પ: ફાસ્ટ આઈડેન્ટીટી ઓનલાઈન અને વર્લ્ડ વેબ કન્સોર્શિયમે એક પાસવર્ડ રહિત સાઈન ઈન ધોરણ તૈયાર કર્યું છે. જેમાં સાઈન ઈનના વધુ સરળ અને સુરક્ષિત હોવાની આશા રખાઈ રહી છે તેનું મિશન ડીઝીટલ દુનિયામાં એવા ધોરણોને વિકસીત કરવાનું અને પ્રોત્સાહન આપવાનું છે કે જે પાસવર્ડ પર દુનિયાની નિર્ભરતાને ઘટાડવામાં મદદ કરે છે. અહીં આપની સાઈબર સુરક્ષામાં આપના મોબાઈલની મહત્વની ભૂમિકા રહેશે. તેને મલ્ટી ડિવાઈસ ફીડો (એફઆઈડીઓ) કેડેન્શીયલ નામ આપવામાં આવ્યું છે કે જે એક પાસવર્ડ મુક્ત વ્યવસ્થા હશે. તેને ‘પાસ-કી’ પણ કહેવામાં આવી શકે છે.

જે અંતર્ગત આવા દરેક ઠેકારે લોગીન કરવા માટે આપ એ જે તે આપના મોબાઈલે ફોનનો ઉપયોગ કરી શકશો જેવી રીતે ફોનને અનલોક કરવા માટે કરો છો. મતલબ, આપના ડીઝીટલ ઉપકરણની સુરક્ષા પ્રણાલી વેબ આધારીત સેવાઓ પર પણ કામ કરશે. આપના મોબાઈલને અનલોક કર્યા બાદ આપ ઓનલાઈન કયાંય પણ જઈ શકો છો. કારણ કે આપ એકવાર આપની ઓળખ સાબીત કરી ચૂકયા છો. સૌથી સારી બાબત એ છે કે ‘પાસ-કી’ને સિક્રોનાઈઝ કરી શકાય છે, જો આપ કોઈ નવો ફોન લો છો તો. આપ એન્ડ ટુ એન્ડ એન્ક્રીપ્શનના કારણે ગુગલ કે એપલ પાસ-કીને જોઈ કે બદલી નથી શકતા. શા માટે આ જરૂર પડી?: ઈન્ટરનેટ ક્રાંતિના દાયકાઓ પછી પણ આપણે પાસવર્ડના મામલે હજુ પાછળ છીએ. સમસ્યાનો એક ભાગ સરેરાશ વ્યક્તિ દ્વારા જરૂરી પાસવર્ડની મોટી સંખ્યા છે.

આ બધા પાસવર્ડ યાદ રાખવાની કોઈ પદ્ધતિ નથી એટલે લોકો સરળતાથી યાદ રહી જાય તેવા પાસવર્ડ જેમકે 123456 કે પોતાના નામના પાસવર્ડનો મોટેભાગે ઉપયોગ કરે છે. સરળ પાસવર્ડના કારણે અવારનવાર હેકીંગની ખબરો આવતી રહે છે. કયારેક તો યુઝર્સની લાપરવાહી, અસાવધાની, ટેકનીકલ જાગૃતિનો અભાવ અને કેટલાક સાઈબર અપરાધીઓની હરકતના કારણે પણ હેકીંગ થતું હોય છે. બધી એપ્લીકેશન માટે અલગ અલગ પાસવર્ડ બનાવવો એક સમસ્યા છે, જેના કારણે મોટાભાગના લોકો અને એપ્લીકેશન માટે એક જ પાસવર્ડનો ઉપયોગ કરે છે, જેથી ડેટાચોરીની સમસ્યા પેદા થાય છે. 80 ટકા ડેટાચોરીથી મૂળ કારણ કમજોર પાસવર્ડ છે. નવી ટેકનીકમાં ફેસ રેકગ્નાઈઝેશન કે ફિંગર પ્રિન્ટ વિકલ્પ હોવાને કારણે પાસવર્ડ ભુલી જવાની સમસ્યા નથી. ફર્ગોટ પાસવર્ડના વિકલ્પ પર પણ નહીં જવું પડે.


Related News

Loading...
Advertisement
Advertisement