આયુષ્યમાન ખુરાના સ્ટારર ફિલ્મ ‘અનેક’ 24મીએ નેટફિલકસ પર

20 June 2022 05:01 PM
Entertainment
  • આયુષ્યમાન ખુરાના સ્ટારર ફિલ્મ ‘અનેક’ 24મીએ નેટફિલકસ પર

સિનેમાહોલ પર ફિલ્મને ઠીક ઠીક રિસ્પોન્સ મળેલો

મુંબઈ: આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ આપ સિનેમા હોલ પર નથી જોઈ શકયા તો નિરાશ ન થશે, 24 જૂન સુધીમાં નેટ ફિલકસ પર આ ફિલ્મ પ્રસારીત થશે. આયુષ્યમાન ખુરાનાની ફિલ્મો બોકસ ઓફિસ પર ધમાલ મચાવતી હોય છે. કારણ કે આયુષ્યમાન પાત્રમાં જીવ રેડી દેતો હોય છે.આયુષ્યમાન સ્ટારર ‘અનેક’ ફિલ્મ 27 મે એ સિનેમા હોલ પર રિલીઝ થઈ હતી.

આ ફિલ્મને ઠીક ઠીક રિસ્પોન્સ મળ્યો હતો.સામાન્ય રીતે કોઈપણ ફિલ્મ બોકસ ઓફિસ પર હિટ થાય તો એક મહિનામાં બોકસ ઓફિસ પર સ્ટ્રીમ થઈ જાય છે. જયારે ફિલ્મ ફલોપ થાય તો તેને ઓટીટી પર આવવામાં એકથી બે મહિનાનો સમય લાગે છે. ‘અનેક’ એક મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના એક અન્ડર કવર પોલીસ ઓફિસરના રોલમાં છે. જેમાં તેના પાત્રનું નામ જોશુઆ છે. આ ફિલ્મ પુર્વોતર ભારતની ભૂ-રાજનીતિક બેક ગ્રાઉન્ડ પર આધારીત સામાજીક-રાજનીતિક એકશન થ્રીલર ફિલ્મ છે. ફિલ્મમાં એન્ડ્રીયા કેવિચસા, મનેજ પાહવા, કુમુદ મિશ્રા વગેરે મહત્વની ભૂમિકામાં છે.


Related News

Loading...
Advertisement
Advertisement