વાપીમાં બે કલાકમાં બે ઈંચ, સુરતમાં વરસાદી માહોલ : વાતાવરણ હિલ સ્ટેશનમાં ફેરવાયું

20 June 2022 11:18 PM
Surat Gujarat
  • વાપીમાં બે કલાકમાં બે ઈંચ, સુરતમાં વરસાદી માહોલ : વાતાવરણ હિલ સ્ટેશનમાં ફેરવાયું

વલસાડના પારડીમાં એક ઇંચ, કપરડામાં 23 એમએમ વરસાદ

સુરત:
આજે સુરતમાં વરસાદી માહોલ છવાઈ રહ્યો હતો. છેલ્લા બે દિવસથી અહીં આવું વાતાવરણ રહેતા હિલ સ્ટેશન જેવો અનુભવ લોકો કરી રહ્યા છે. અહીં વાપીમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આમ, હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું છે.

સુરતમાં પણ છૂટોછવાયો વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી છે. આ તરફ વલસાડના પારડીમાં એક ઇંચ, કપરડામાં 23 એમએમ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરતમાં ગઈકાલ રાતથી સવારે 8 વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યાર બાદ પણ વાદળોનું સુરત ઉપર સામ્રાજ્ય રહ્યું છે. સુરત શહેરમાં ગત મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદના પગલે શહેરનાં રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા હતા. વરસાદના પગલે સુરત શહેરનાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સુરતીલાલાઓને વરસાદથી રાહત મળી છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતા દિવસમાં સમયે પણ રાત્રી જેવું અંધારું છવાઈ ગયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement