માધવપુર (ઘેડ) પાસેનાં કડછ ગામે સોની મહાજનની દુકાનમાંથી અલંકારોની ચોરી

21 June 2022 11:16 AM
Porbandar
  • માધવપુર (ઘેડ) પાસેનાં કડછ ગામે સોની મહાજનની દુકાનમાંથી અલંકારોની ચોરી

તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ: પોલીસ તપાસ શરૂ

(કેશુભાઈ માવદીયા)માધવપુર,તા.21 : પોરબંદર જિલ્લાના કડછ ગામે સોની મહાજનની દુકાનમાં તસ્કરોએ પ્રવેશી રૂ। લાખની કિંમતના સોના,ચાંદીના દાગીના ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. માધવપુર (ઘેડ) પાસેના કડછ ગામે સોના-ચાંદીના આભુષણની દુકાન ધરાવતા નગીનભાઈ ઉર્ફે રાજુભાઈ છગનભાઈ જોગીયાની દુકાનમાં પાંચ જેટલા અજાણ્યા શખ્સોએ પ્રવેશી સોનાના દાણા નંગ 50 ચાંદીના સાંકળા નંગ 25 ચાંદીનો ભંગાર 400 ગ્રામ મળી કુલ રૂ।.1 લાખની મતાની ચોરી કર્યાની ફરિયાદ માધવપુર (ઘેડ) પોલીસ સ્ટેશનમાં નોધાવતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ સીસીટીવી ફુટેજ કેદ તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યો છે.


Loading...
Advertisement
Advertisement