કાલથી બે દિવસ મુમુક્ષુ ઇપાલભાઇનો દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે: સંઘમાં ઉલ્લાસ

21 June 2022 11:37 AM
Rajkot Dharmik
  • કાલથી બે દિવસ મુમુક્ષુ ઇપાલભાઇનો દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે: સંઘમાં ઉલ્લાસ

શિવપુરી (મ.પ્ર.)માં આ. કુલચંદ્રસૂરિ (કે.સી.)મ. આદિની નિશ્રામાં

રાજકોટ,તા.21 : મધ્યપ્રદેશના શિવપુર ગામે શ્રી પાર્શ્વનાથ જૈન શ્વે. મૂ.પૂ. જૈન સંઘના આંગણે 50 વર્ષ બાદ ભગવતી દીક્ષાનો સ્વર્ણિમ અવસર આવી રહયો છે. ગુરુપ્રેમના આજીવન ચરણોપાસક પૂ. આ.શ્રી કુલચંદ્રસૂરિશ્વરજી (કે.સી.) મહારાજ, પૂ. પંન્યાસ પ્રવર શ્રી કુલચંદ્રદર્શન વિ.મ., પૂ. મુનિ શ્રી કુલરક્ષિત વિ.મ. આદિ ઠાણા તથા પૂ. સાધ્વીજી શ્રી શાસન રત્ના શ્રીજી મ. તથા પૂ. સા.શ્રી અક્ષયનંદાશ્રીજી મ. આદિ ઠાણાની પાવન નિશ્રામાં મુમુક્ષુ ઇપાલભાઇનો દીક્ષા મહોત્સવ આવતીકાલ તા.22 તથા તા.23ના યોજવામાં આવતા શિવપુરી જૈન સંઘમાં ઉમંગ છવાયો છે. દીક્ષા મહોત્સવના કાર્યક્રમોની વિગત અનુસાર તા.22મીના બપોરે 4 વાગે કપડા રંગવાનો કાર્યક્રમ, રાત્રે 8 વાગે વિદાય સમારોહ, બહુમાન સમારોહ તથા વર્ષીદાન વગેરે યોજાશે. તા.23મીના ગુરુવારે સમાધિ મંદીર, વ્હી.ટી.પી. રોડ, શિવપુરી (મ.પ્ર.) ખાતે સવારે 7 વાગે પ્રવજયા પ્રદાનનો કાર્યક્રમ યોજાશે. દીક્ષા મહોત્સવ સંપન્ન થયા બાદ સંઘનું સાધર્મિક વાત્સલ્ય યોજાશે તેમ જણાવાયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement