યોગ વંદના : સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાયેલ સામુહિક યોગક્રિયામાં લાખો લોકો જોડાયા

21 June 2022 11:45 AM
Rajkot Saurashtra Top News
  • યોગ વંદના : સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાયેલ સામુહિક યોગક્રિયામાં લાખો લોકો જોડાયા
  • યોગ વંદના : સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાયેલ સામુહિક યોગક્રિયામાં લાખો લોકો જોડાયા
  • યોગ વંદના : સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાયેલ સામુહિક યોગક્રિયામાં લાખો લોકો જોડાયા
  • યોગ વંદના : સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાયેલ સામુહિક યોગક્રિયામાં લાખો લોકો જોડાયા
  • યોગ વંદના : સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાયેલ સામુહિક યોગક્રિયામાં લાખો લોકો જોડાયા
  • યોગ વંદના : સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાયેલ સામુહિક યોગક્રિયામાં લાખો લોકો જોડાયા

રાજકોટમાં રાજકુમાર કોલેજના પટાંગણમાં જીલ્લા કક્ષાની ઉજવણી : મનપા દ્વારા મેદાનોથી માંડી સ્વીમીંગ પુલમાં યોગા : ભાવનગર, આટકોટ, વિસાવદર, મોરબી, વાંકાનેર, પોરબંદર, જૂનાગઢ સહિત અન્ય શહેરો-ગામોમાં વિશ્વ યોગ દિનની ઉજવણી

રાજકોટ, તા.21
સમગ્ર વિશ્વમાં તા.21મી જુનના યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની થીમ પર ઉજવવાનું નકકી કરાયું છે. આજે વિશ્વ યોગ દિનની રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટમાં રાજકુમાર કોલેજના પટાંગણમાં જીલ્લા કક્ષાની ઉજવણી કરાઇ હતી. રાજકોટ મહાપાલિકા દ્વારા રેસકોર્ષ સહિતના મેદાનો, પ્રાથમિક શાળાઓ, ગાર્ડન અને સ્વીમીંગ પુલમાં (એકવા યોગા)ના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ભાવનગરમાં જવાહર ગ્રાઉન્ડ, જામનગરમાં રણમલ તળાવ, રાજકોટમાં રેસકોર્ષ મેદાનમાં, શિવરાજપુર બીચ, કચ્છનું નાનુ રણ આ બે આઇકોનિક સ્થળોએ તાલુકા કક્ષાની ઉજવણી થઇ હતી. રાજકોટમાં આર્યસમાજ હાથીખાના રાજકોટ દ્વારા આર્યસમાજ માયાણીનગર ખાતે યોગ, આસન, પ્રાણાયામ, સૂક્ષ્મ વ્યાયામ વગેરે આર્યસમાજના પુરોહિત શિવમ શાસ્ત્રીજી દ્વારા કરવામાં આવેલ. પોરબંદરમાં હજુર પેલેસ પાછળ, ચોપાટી ખાતે સામુહિક યોગ કરાયા હતા. મોરબીમાં સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેલ રોડ ખાતે જીલ્લા કક્ષાની ઉજવણી કરાઇ હતી. જયારે તાલુકા કક્ષાનો કાર્યક્રમ મણિ મંદિર ખાતે તથા વાંકાનેર તાલુકા કક્ષાનો કાર્યક્રમ રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયો હતો. હળવદ તથા માળિયા તાલુકા કક્ષાના કાર્યક્રમો જે તે તાલુકાના સ્થળે યોજાયા હતા. આજે વિશ્વ યોગ દિવસ નિમિતે સોમનાથ ખાતે હજારોની સંખ્યામાં લોકોએ યોગ કરેલા હતા.

ભાવનગર
શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘણીએ આજે વહેલી સવારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 8 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી હતી. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિ પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વે સ્વિકારી છે. તેમણે જણાવ્યું કે, ‘યોગ ભગાવે રોગ’ના ન્યાયે યોગ એ માત્ર એક દિવસની ક્રિયા ન રહેતાં, નિયમિત જીવન શૈલીનો ભાગ બનાવવો જોઈએ. વડાપ્રધાનએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વે સ્વિકારી પ્રતિ વર્ષ 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી. ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વીકારીને સમગ્ર વિશ્વ 21 મી જૂનના રોજ યોગમય બને છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, યોગથી વ્યક્તિગત રીતે ફાયદો થાય જ છે. જ્યારે તેને સામૂહિક રીતે કરીને સમગ્ર સમાજને પણ સ્વાસ્થ્યપ્રદ, નિરામય બનાવવો જોઇએ. ભાવનગરમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો. ગ્રાઉન્ડ પર પાણી ભરાયા હતા. છતાં, યોગ સાધકોનો યોગ પ્રત્યેનો અનુરાગ, ઉત્સાહ અને વહીવટી તંત્રની કટિબદ્ધતાના કારણે આજે વ્યાપાકરૂપમાં યોગ નિદર્શન શક્ય બન્યું છે. જે યોગની વ્યાપક સમાજ સંસ્કૃતિને દર્શાવે છે. આ અવસરે વડાપ્રધાનએ કર્ણાટકના મૈસુરથી જીવંત પ્રસારણમાં જણાવ્યું કે, યોગથી તણાવ ઘટે છે. આત્મવિશ્વાસ વધે છે. તેને ગમે તે જગ્યાએ ગમે ત્યારે કરી શકાય છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીનું યોગ દિવસનું જીવંત પ્રસારણ પણ દર્શાવવામાં આવ્યું હતું. ભાવનગર ખાતે આ સિવાય જિલ્લાકક્ષાની ઉજવણી સીદસર ખાતે આવેલા સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે તેમજ નિલમબાગ પેલેસ, હાથબ બંગલો, વેળાવદર કાળિયાર અભયારણ્ય ખાતે પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી લક્ષ્યમાં રાખીને 75-75 લોકો સાથે યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારિયા, ડેપ્યુટી મેયર કૃણાલભાઈ શાહ, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, કલેક્ટર યોગેશ નિરગુડે, શહેર ભા.જ.પા.પ્રમુખ રાજીવભાઇ પંડ્યા, ડેપ્યુટી કમિશનર વી.એમ.રાજપૂત, જિલ્લા શિક્ષણાધિકારી એન.જી.વ્યાસ, પદાધિકારીઓ-અધિકારીઓ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં ભાવનગરની યોગપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યાં હતાં.

આટકોટ
આટકોટ વિદ્યાવિહાર હાઈસ્કૂલ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિધાર્થી ઓ જણાવ્યું હતું કે યોગ કરવાથી રોગ ભાગશે દરેક લોકો ને યોગ કરવા જોઈએ યોગ કરવાથી શરીર પણ સ્વસ્થ રહે છે તેમજ મન શાંત રહે છે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી હોય તો દરેક લોકો ને યોગ કરવા અમારી અપીલ છે આ યોગ 600 વિધાર્થી ઓ યોગ દિવસની ઉજવણી કરી હતી સાથે શિક્ષક ઓ પણ જોડાયા હતા.

વિસાવદર
વિસાવદર તાલુકાના મીડલ સ્કુલ ભલગામમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવેલ હતી જેમાં શાળામાં તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ આ ઉજવણીમાં સહભાગી બની સફળતાપૂર્વક વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ.

જુનાગઢ
જુનાગઢ જીલ્લાના પ્રથમ નાગરિક કલેકટર રચિત રાજે ગઇકાલે પત્રકારોને યોગાસન, પ્રાણાયામ વિષે જણાવ્યું હતું કે મેં પણ દરરોજ યોગા-પ્રાણાયામ દરરોજ નિયમિત રીતે કરશી તેની પ્રતિજ્ઞા લીધી છે. પત્રકારો પણ સમય કાઢી યોગાભ્યાસ કરે તેવી શીખ સાથે પ્રાણાયામ-યોગથી બુધ્ધિ વર્ધકતા, શરીર નિરોગી, સ્ફુર્તિલુ અને શરીરમાં નવી ઉર્જા રહે તેવી માહિતી આપી હતી.આજે સવારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી મોતીબાગ ખાતે કલેકટર રચિત રાજ, અધિ. કલેકટર બાંભણીયા, જિલ્લા વિકાસ અધિકારી પરીખ, આસી. કલેકટર ચૌધરી, રમત ગમત અધિકારી હિતેષભાઇ દિહોરા સહિત વિવિધ શાખાોઅના અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, દિવ્યાંગો, આમ જનતા, વિદ્યાર્થી ભાઇ-બહેનો મોટી સંખ્યામાં સવારે 6 વાગ્યે યોગ-પ્રાણાયામ કસરત કરી હતી. કલેકટર રચિત રાજે યોગા પ્રાણાયામ આધ્યાત્મિક, સોશ્યલ અને ઇમોશનલી હેલ્થ માટે યોગા ખાસ જરૂરી હોવાનું જણાવ્યું હતું હજુ યોગ માટે પાપા પગલી કરૂ છું પરંતુ મે પ્રતિજ્ઞા લીધી છે દરરોજ નિયમિતપણે યોગા કરીશ તેમ જણાવ્યું હતું. હર એક વ્યકિતએ પોતાના માટે સમય કાઢી યોગા પ્રાણાયામ ધ્યાન જરૂરી હોવાનું જણાવ્યું છે.જુનાગઢના નામાંકિત યોગાભ્યાસી થાનકી અને તેની ટીમે સવારે 6 થી 8 દરમ્યાન યોગ, પ્રાણાયામ, કસરત કરાવી સર્વેના મન પ્રફુલ્લીત કરી શરીરમાં નવો સંચાર નવો પ્રાણ પુર્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement