વડોદરામાં 105 વર્ષના વૃદ્ધાએ 45 સેકન્ડમાં 100 મીટર દોડી બનાવ્યો નેશનલ રેકોર્ડ

21 June 2022 11:46 AM
Vadodara Gujarat
  • વડોદરામાં 105 વર્ષના વૃદ્ધાએ 45 સેકન્ડમાં 100 મીટર દોડી બનાવ્યો નેશનલ રેકોર્ડ

હવે આગલો લક્ષ્યાંક આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો: મુળ હરિયાણાના રામબાઈએ વડોદરામાં આયોજિત રાષ્ટ્રીય ઓપન માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં લીધો’તો ભાગ

નવીદિલ્હી, તા.21
ઉંમર માત્ર એક સંખ્યા છે અને સ્વપ્ન પૂર્ણ કરવા માટે ઉંમર ક્યારેય વચ્ચે આવતી નથી તે વાત ફરી એકવાર સાબિત થઈ ચૂકી છે. રાષ્ટ્રીય ઓપન માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. 105 વર્ષીય રામબાઈએ વયની સદી પૂર્ણ કરવા છતાં 100 મીટર દોડમાં નવો રેકોર્ડ બનાવી લીધો છે.

105 વર્ષની વય વટાવી ચૂકેલા રામબાઈએ બે ગોલ્ડ મેડલ જીત્યા છે. તેમણે 100 મીટર અને 200 મીટર દોડમાં આ મેડલ જીત્યા છે. હવે તેમનો આગલો લક્ષ્યાંક આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો છે. તે પાસપોર્ટ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છે. એવું પૂછવા પર કે તે નાની ઉંમરે શા માટે ન તોડ્યા તો હરિયાણાના રામબાઈએ હસતાં હસતાં કહ્યું કે એ તો દોડવા માટે તૈયાર હતા પણ કોઈએ તક આપી નહોતી.

તમામ લોકો માટે પ્રેરણા બની ગયેલા રામભાઈ જેમનો જન્મ 1 જાન્યુઆરી-1917ના થયો હતો તેઓ વડોદરામાં એકલા દોડ્યા હતા કેમ કે તેમની સાથે 85 વર્ષથી ઉપરના કોઈ પ્રતિસ્પર્ધી હતા જ નહીં. તેમણે મોટી સંખ્યામાં હાજર રહેલા દર્શકોના જયજયકાર વચ્ચે 100 મીટર દોડ પૂર્ણ કરી હતી.

તેઓ વિશ્વ માસ્ટર્સમાં 100 મીટરની ઉંમરે ગોલ્ડ જીત્યા બાદ પ્રસિદ્ધ થઈ ગયા છે. તેમણે 45.40 સેકન્ડમાં રેસ પૂર્ણ કરતાં નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. પહેલાં આ રેકોર્ડ માન કૌરના નામે હતો જેમણે 74 સેકન્ડમાં રેસ પૂર્ણ કરી હતી.

રામબાઈ રેસ પૂરી કરતાં જ સ્ટાર બની ગયા અને અન્ય સ્પર્ધકો સાથે સેલ્ફી તેમજ તસવીરો ખેંચાવવા માટે વ્યસ્ત બની ગયા હતા. વડોદરામાં રહેતી રામબાઈની પૌત્રી શર્મિલા સાંગવાને કહ્યું કે હું આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ વડોદરા પહોંચતાં પહેલાં 13 જૂને તેમને દિલ્હી લઈ ગઈ હતી. હવે અમે ઘેર પરત ફરી રહ્યા છીએ.

 


Related News

Loading...
Advertisement
Advertisement