* બુથથી લઈ પરિણામ સુધી હવે મતક્ષેત્રમાં જ કેન્દ્રીત રહેશે પ્રભારીઓ: નવા નામોને મોટી જવાબદારી
રાજકોટ: ગુજરાતમાં આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી ધારાસભા ચૂંટણી પુર્વે જ બુથ સુધીની વ્યવસ્થામાં આગળ વધી રહેલા ભાજપે પહેલા ઉતર ઝોનમાં અઠાવન વિધાનસભા બેઠક પર પ્રભારી જાહેર કર્યા બાદ હવે સૌરાષ્ટ્રની 48 બેઠકો માટે ચૂંટણી પ્રભારી જાહેર કરીને આગામી સમયમાં પક્ષ દ્વારા આ પ્રભારીના કાર્યક્રમો નિશ્ચિત કરીને હવે વિધાનસભા બેઠક દીઠ ચૂંટણી તૈયારી શરૂ કરવાનું નિશ્ચિત કર્યુ છે.
સૌરાષ્ટ્રમાં ભાજપને 2017ની ધારાસભા ચૂંટણીમાં જે બેઠકો પર મહાત ખાવી પડી હતી તેમાં પક્ષે પાંચ વર્ષમાં ઘણું ડેમેજ કંટ્રોલ કરવા પ્રયાસ કર્યા છે. ઉપરાંત આ ચૂંટણીમાં ખાસ કરીને ‘પાટીદાર ફેકટર’ ભાજપને નડશે નહી તેવો સંકેત છે. 2015ના પાટીદાર અનામત આંદોલન અને તે બાદની અસર 2017માં જોવા મળી હતી અને તે બાદ 2021ના પ્રારંભે ભાજપે પંચાયત, પાલિકા ચૂંટણીમાં કલીનસ્વીપની સ્થિતિ બનાવી હતી. તેની પક્ષ માટે સૌરાષ્ટ્રની ચિંતા ફકત પક્ષમાં ‘સંકલન’ કોણ કરે તેના પર છે.
ગઈકાલે નિયુક્ત થયેલા પ્રભારીઓ હવે ચૂંટણી પરિણામ સુધી તમને સોપાયેલા મતક્ષેત્રની ચિંતા કરશે. જો કે આ નિરીક્ષકોમાં ગ્રાઉન્ડ રીયાલીટી જે તે મતક્ષેત્રની આગવી સ્થિતિથી કેટલા માહિતગાર છે તે પણ પ્રશ્ન છે અને તેથી તેમની ભૂમિકા હજું નિશ્ચિત નહી હોય અને આગામી દિવસોમાં તે હવે વધુ સ્પષ્ટ બનશે.
હજું આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના વન-ડે વન-ડીસ્ટ્રીકટ કાર્યક્રમોનું આયોજન થશે અને બાદમાં સપ્ટેમ્બરના અંતથી પક્ષ વિધાનસભા બેઠકોના ઉમેદવારની પસંદગીની સેન્સ ચાલું કરશે અને તે માટે નિરીક્ષકોની નિયુક્તિ કરશે.
સૌરાષ્ટ્રના 48 પ્રભારીઓની યાદી
દસાડા : રજનીભાઇ સંઘાણી, લીંબડી : અનિલભાઇ ગોહેલ, વઢવાણ : ગૌતમભાઇ ગૌસ્વામી, ચોટીલા : ગણપતસિંહ જાડેજા, ધ્રાંગધ્રા : વલ્લભભાઇ દુધાત્રા,મોરબી: દિલીપસિંહ ચુડાસમા, ટંકારા : ઘનશ્યામસિંહ ગોહેલ, વાંકાનેર : લાલજીભાઇ સાવલીયા, રાજકોટ પૂર્વ : પ્રદીપભાઇ વાળા, પશ્ચિમ : લાલજીભાઇ સોલંકી, દક્ષિણ : વસુબેન ત્રિવેદી, ગ્રામ્ય : ચંદ્રેશભાઇ પટેલ, જસદણ : ભગવાનજીભાઇ કરગટીયા, ગોંડલ : હર્ષદભાઇ દવે, જેતપુર : વિનુભાઇ કથીરીયા, ધોરાજી : સંજયભાઇ કોરડીયા, કાલાવડ : નિલેષભાઇ ઉદાણી, જામનગર ગ્રામ્ય : નિર્મલ સમાણી, ઉત્તર : હિરેનભાઇ પારેખ, દક્ષિણ : ચંદ્રેશભાઇ હેરમા, જામજોધપુર : સુરેશભાઇ વસરા, ખંભાળીયા : નિલેશભાઇ ઓડેદરા, દ્વારકા : હસમુખભાઇ હિંડોચા, પોરબંદર : મહેન્દ્રભાઇ પીઠીયા, કુતીયાણા : ચીમનભાઇ સાપરીયા, માણાવદર : દિલીપસિંહ બારડ, જૂનાગઢ : ડો.વિનોદભાઇ ભંડેરી, વિસાવદર : અજયભાઇ બાપોદરા, કેશોદ : વિજયભાઇ કોરાટ, માંગરોળ : ગૌરવભાઇ રૂપારેલીયા, સોમનાથ : વિક્રમભાઇ ઓડેદરા, તાલાલા : જે.કે.ચાવડા, કોડીનાર : વી.વી.વઘાસીયા, ઉના : કાળુભાઇ વિરાણી, ધારી : હિંમતભાઇ પડસાળા, અમરેલી : રાજુભાઇ બાંભણીયા, લાઠી : સી.પી.સરવૈયા, સાવરકુંડલા : વિજયભાઇ ભગત, રાજુલા : ભરતભાઇ મેર, મહુવા : ભરતસિંહ ગોહિલ, તળાજા : અમોહભાઇ શાહ, ગારીયાધાર : સુરેશભાઇ ધાંધલીયા, પાલીતાણા : મયુરભાઇ માંજેરીયા, ભાવનગર ગ્રામ્ય : વનરાજસિંહ ડાભી, પૂર્વ : રીતેશભાઇ સોની, પશ્ચિમ : દિલીપભાઇ સેટા, ગઢડા : યોગેન્દ્રસિંહ ગોહિલ, બોટાદ : દિલીપભાઇ પટેલ (સુરેન્દ્રનગર).