યોગ:સ્વાસ્થ્ય, સુખાકારી અને સમૃદ્ધિ માટે

21 June 2022 02:01 PM
Health Off-beat
  • યોગ:સ્વાસ્થ્ય, સુખાકારી અને સમૃદ્ધિ માટે
  • યોગ:સ્વાસ્થ્ય, સુખાકારી અને સમૃદ્ધિ માટે

યોગના લાભો વિશે કોઇ પરિચય આપવાની જરૂર નથી. આ એક પ્રાચીન ભારતીય પ્રથા છે જે આધ્યાત્મિક, માનસિક, ભાવનાત્મક અને શારીરિક પરિમાણો વચ્ચે સંતુલન સ્થાપિત કરવા અને સુખાકારી માટે તૈયાર કરવામાં આવી છે. યોગ એ ભારતે દુનિયાને આપેલી ભેટ છે - એક એવું એકતા બળછે જે ઉત્કર્ષની ભાવના સાથે લોકોને એકજૂથ કરે છે. વ્યાયામ અને ધ્યાનના સૌથી લોકપ્રિય સ્વરૂપમાંથી એક એવો યોગ છેલ્લા લગભગ બે દાયકામાં વૈશ્વિક ઘટના બની ગયો છે.

19મી સદીના અંતમાં અને 20મી સદીના આરંભમાં સ્વામી વિવેકાનંદની સફળતા બાદ, આપણા દેશના વિવિધ ઋષિઓ અને સાધુઓએ પશ્ચિમી દેશોમાં યોગનો પરિચય કરાવ્યો. પશ્ચિમમાં ભલે યોગનો શારીરિક તંદુરસ્તી જાળવવા અને તણાવને દૂર કરવાના મુદ્રા આધારિત સ્વરૂપ તરીકે વિકાસ થયો હોય તેમ છતાં, તેના સાચા અર્થમાં યોગએ શારીરિક વ્યાયામના એકસ્વરૂપ કરતાં ઘણું વિશેષ છે, કારણકે જીવનનું કોઇપણ પરિબળ યોગની પ્રક્રિયામાંથી બાકાત નથી. જો કોઇ વ્યક્તિ યોગ અપનાવે છે તો, તે વ્યક્તિ પોતાની ક્ષમતાઓ અનેકગણી વધારી શકે છે અને ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે.

મોદીજીના અવિરત પ્રયાસોના ફળસ્વરૂપે, આખી દુનિયામાં યોગને ઓળખ અનેસ્વીકૃતિ મળી છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગદિવસ જાહેર કરવામાં આવ્યો છે. યોગને મળેલી સ્વીકૃતિ અને તે અંગે લોકોમાં આવેલી જાગૃતિના કારણે, તેનાથી કોવિડ સામેની જંગલડવામાં પણ મદદ મળી છે. મહામારીના કારણે યોગની લોકપ્રિયતામાં વધારો થયો છે, કારણ કે બીમારીઓથી દૂર રહેવામાં અને શારીરિક તેમજ માનસિક સુખાકારી બંને પ્રાપ્ત કરવા માટે તેમાં રહેલી શક્તિનું લોકોને સ્મરણ થયું છે.

કેટલાક રેન્ડમાઇઝ્ડ ધોરણે કરવામાં આવેલા નિયંત્રિતઅભ્યાસોમાં જોવા મળ્યું છે કે, કોવિડ-19થી ચેપગ્રસ્ત દર્દીઓમાં સહ બીમારી તરીકે જોવા મળી શકે તેવી હાઇપર ટેન્શન, તીવ્ર અવરોધક ફેફસાસંબંધિત બીમારીઓ, શ્વાસ નળીના અસ્થમા, ડાયાબિટીસ, ઊંઘની સમસ્યાઓ, ડિપ્રેશન અને મેદસ્વીતા જેવી બિન-ચેપી બીમારીઓના નિયંત્રણમાં યોગને લગતી પ્રથાઓ અસરકારક છે. કોવિડના ચેપની વધુ સંભાવના હોય તેવા વસતી સમૂહો જેમકે વૃદ્ધો અને બાળકોમાં પણ યોગ ઉપયોગી હોવાનું જોવા મળ્યું છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલે કોવિડ-19 સંબંધિત અજંપા અને ચિંતાને દૂર કરવા માટે યોગ આસનનું આચરણ કરવાની ભલામણ કરી છે. મહામારીએ લોકોને સ્વસ્થ રહેવાના મહત્વનો અહેસાસ કરાવ્યોછે અને મોટી સંખ્યામાં લોકો યોગ તરફ વળ્યા છે.

સમગ્ર દેશમાં 119,623 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો (HWC) પર આપવામાં આવતી સેવાઓમાં યોગ પણ એક અભિન્ન હિસ્સો છે. HWCનું વ્યાપક અને સતત વિકસી રહેલું નેટવર્ક લોકોને ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સંભાળ સેવાઓની સુલભતા પૂરી પાડે છે અને અહીં આપવામાં આવતી આવી સુખાકારી સેવાઓમાં યોગએ પાયાનો પથ્થર છે જેનો લાભ લોકો પોતાની લાંબા ગાળાની સુખાકારી માટે લઇ શકે છે.

ભારતીય યુવાનો પણ પૂરા દિલથી યોગને અપનાવી રહ્યા છે. લાંબા ગાળાના સર્વાંગી આરોગ્ય પરિણામો મેળવવા માટે સમર્થ બનાવીશ કે તેવા આરોગ્યપ્રદ આચરણો અંગે લોકોમાં વધી રહેલી જાગૃતિના કારણે ભારતની લાખોની સંખ્યામાં યુવા વસતી યોગ તરફ ખેંચાઇ રહી છે. આજે, સમગ્ર દેશમાં શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ દ્વારા યોગ સહિતની ઘણી પ્રવૃત્તિઓ દ્વારા ‘ફિટઇન્ડિયા’ ચળવળને અપનાવવામાં આવી રહી છે અને સ્વસ્થ ભારતની દિશામાં પ્રયાણ કરી રહી છે. ભારતીય યુવાનો એ માત્ર તણાવને અંકુશમાં રાખવા માટે જ નહીં પરંતુ તેમની માનસિક અને આધ્યાત્મિક ક્ષિતિજોનું વિસ્તરણ કરવા માટે પણ યોગને પોતાની જીવનશૈલી તરીકે પસંદ કર્યા છે.

એ તથ્યમાં કોઇ જ બે મત નથી કે, યોગ માણસના બૌદ્ધિક અનેઆધ્યાત્મિક વિકાસમાં મદદરૂપ થાય છે અને ચારિત્ર્યના વિકાસમાં તેમજ આ પણીક્ષમતાઓના વિસ્તરણમાં આંતરિક ભાગ તરીકેની ભૂમિકા નિભાવે છે. યોગથી જે આર્થિક તકો પ્રાપ્ત થાય છે તે પણ ખરેખર પ્રચંડ છે. યોગ દ્વારા રોજગારી અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન મળી શકે છે અને તેથી, હું ભારતની ઉદ્યોગ સાહસિકતા અને આ વિષ્કાર ઇકોસિસ્ટમને અનુરોધ કરું છું કે, તેઓ યોગના આધારે પોતાની અને દેશની સમૃદ્ધિ માટે નવી તકોનું સર્જન કરે અને વિકાસ કરે.

વાસ્તવમાં, આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અને ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવેલી સ્ટાર્ટઅપ યોગ ચેલેન્જનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આના માટેના વિચારોમાં વિવિધ પ્રકારની થીમ હોઇ શકે છે, જેમકે - યોગના વસ્ત્રોથી માંડીને શિક્ષણ અને યોગના જ્ઞાનનો લાભ લેવા માટે અને જ્ઞાનના શેરિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ વગેરે કંઇ પણ હોઇ શકે છે. ઉદાહરણ તરીકે જોઇએ તો, 2021માં માત્ર વૈશ્વિક યોગ કપડા ઉદ્યોગ જ USD 22.72 બિલિયનથી વધીને 2028માં USD 39.91 બિલિયન થવાનું અનુમાન છે, જે 8.4%નો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર નોંધાવે છે. ભારતમાં યોગ પ્રવાસન પણ વિકાસના વિશાળ ક્ષેત્ર તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે.

આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રમોદીએ યોગની અત્યારસુધી ઉપયોગમાં નાલેવાયેલી સંભાવનાઓ પારખી લીધી અને વૈશ્વિકસ્તરે તેને ઓળખ અપાવવા તેમજ તેની લોકપ્રિયતા વધારવા માટે અથાક કામ કર્યું. તેમણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું વિચાર બીજ આપ્યું અને 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન આ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો અને ત્યારથી આખી દુનિયામાં દર વર્ષે 21 જૂનના રોજ સામૂહિક રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્થાપિત કરતા મુસદ્દાનો ઠરાવ ભારત દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને 175 સભ્ય દેશોના વિક્રમી સમર્થન સાથે તેને સ્વીકૃતિ મળી હતી. આ પહેલને દુનિયાભરના નેતાઓ દ્વારા વ્યાપક આવકાર પ્રાપ્ત થયો છે. ભારત માટે આ ખૂબ જ ગૌરવપૂર્ણ પરાક્રમ છે!

દર વર્ષે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ, આદરણીય પ્રધાનમંત્રી દુનિયાભરના અબજો લોકોને યોગને અપનાવવા માટે પ્રેરણા આપવા માટે લાખો લોકો સાથે યોગના આસનો કરવામાં ભાગ લે છે. આ વર્ષે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘માનવતામાટેયોગ’રાખવામાંઆવીછે. આથીમમાં દુનિયા અત્યારે જે ભૌગોલિક રાજકીય મૂંઝવણોનો સામનો કરી રહી છે તેને ધ્યાનમાં રાખવામાં આવી છે અને દરેક વ્યક્તિ પોતાની અંદર રહેલા પરોપકારી અને સહાનુભૂતિ શીલ આત્માને કામે લગાડીને મદદરૂપ થાય તેવી ઝંખના રાખે છે. આવનારા સમયમાં યોજાનારો આ કાર્યક્રમ માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમોના કેલેન્ડરમાં એક દિવસને અંકિત નહીં કરે પરંતુ, તે આરોગ્ય અને સુખાકારીને આપણે જે રીતે સમજીએ છીએ અને તેનો સંપર્ક કરીએ છીએ તેમાં આવેલી ક્રાંતિને પણ અંકિત કરશે.

હું વધુને વધુ લોકોને યોગાભ્યાસ કરવા માટે અનુરોધ કરવા માગું છું કારણ કે, તે સર્વાંગી સુખાકારી માટે પરિવર્તનકારી છે. . દુનિયાભરમાંથી સેંકડો અને હજારો લોકોયોગ શીખવા અને તેનો અભ્યાસ કરવા માટે ભારતમાં આવે છે કારણ કે તેઓ જાણે છે કે યોગથી વ્યક્તિની આંતરિક ચેતના અને બાહ્યવિશ્વ વચ્ચેના જોડાણને વધુ ગાઢ બનાવીને આનંદ, સ્વાસ્થ્ય અને આંતરિક શાંતિ લાવી શકાય છે. દુનિયા જ્યારે અશાંતિમાં છે તેવા આવા પડકારજનક સમયમાં, યોગ સૌના માટે આરોગ્ય અને સુખાકારી સુનિશ્ચિત કરીને શાંતિ અને વૈશ્વિક બંધુતાનો સંદેશ ફેલાવે છે.

અને અંતે,યોગનો સીધો અને સરળ અર્થ એક જૂથ થવું અથવા એકીકૃત થવું એવો થાય છે. યોગ વિશ્વને એકીકૃત કરશે. આપણે ભારતીયોએ માનવસુખાકારી અને વિશ્વશાંતિ માટે યોગની આપણી પરંપરાને પ્રોત્સાહન આપવા માટે આપણે પોતાનાથી થઇ શકે તેવું બધું જ કરવું જોઇએ કારણકે યોગ એ સર્વગ્રાહી ભેટ છે જે દરેક વ્યક્તિએ આનંદપૂર્ણ અસ્તિત્વ માટે સ્વીકારવી જોઇએ.


Related News

Loading...
Advertisement
Advertisement