શેરબજાર ‘બાઉન્સ બેક’ : 1200 પોઇન્ટનો ઉછાળો

21 June 2022 04:49 PM
Business India
  • શેરબજાર ‘બાઉન્સ બેક’ : 1200 પોઇન્ટનો ઉછાળો

મોટા પાયે વેચાણ કાપણી : એકધારી મંદી બાદ તેજીથી ઇન્વેસ્ટરોને રાહત: બેંક, IT, ઓટો, મેટલ, ફાર્મા સહિત તમામ ક્ષેત્રોના શેરો ઉંચકાયા

રાજકોટ, તા. 21
મુંબઇ શેરબજાર કેટલાક વખતથી મંદીના ભરડામાં સપડાયા બાદ આજે બાઉન્સ બેક થયું હોય તેમ સેન્સેકસમાં 1200 પોઇન્ટનો તોતીંગ ઉછાળો નોંધાયો હતો. મોટાભાગના શેરો ઉંચકાતા ઇન્વેસ્ટરોને રાહત થઇ હતી.

શેરબજારમાં આજે શરૂઆત જ તેજીના ટોને થઇ હતી. વિશ્વ બજારના પ્રોત્સાહક અહેવાલોનો પ્રભાવ પડયો હતો. ક્રુડ તેલમાં ઘટાડાથી મોંઘવારીને કાબુમાં લેવાના પ્રયાસોમાં મદદ મળવાના આશાવાદની સારી અસર થઇ હતી. વૈશ્વિક મંદીના ભણકારા છતાં ભારતને કોઇ ખાસ અસર ન હોવાના રીપોર્ટથી પણ રાહત હતી.

વિદેશી નાણા સંસ્થાઓની એકધારી વેચવાલીનો ખચકાટ હતો છતાં આજે તેજી બજારે મોટા પાયે વેચાણ કાપણીથી તેજીને ટેકો મળી ગયો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે આર્થિક ચિત્રમાં કોઇ બદલાવ નથી. પરંતુ આજની તેજીને રીલીફ રેલી ગણી શકાય તેમ છે.

શેરબજારમાં આજે તમામે તમામ ક્ષેત્રોના શેરોમાં ઉછાળો નોંધાયો હતો. બજાજ ફાયનાન્સ, ભારતી એરટેલ, ડો.રેડ્ડી, એચડીએફસી, એચડીએફસી બેંક, હિન્દ લીવર, આઇસીઆઇસીઆઇ બેંક, કોટક બેંક, ઇન્ફોસીસ, લાર્સન, મારૂતી, રિલાયન્સ, સ્ટેટ બેંક, ટીસ્કો, ટીસીએસ, ટાઇટન, અલ્ટ્રા ટેક સિમેન્ટ, હિન્દાલકો, કોલ ઇન્ડીયા, જેએસડબલ્યુ સ્ટીલ ઉંચકાયા હતા. તેજી બજારે પણ નેસલે જેવા અમુક શેરો નબળા હતા.

મુંબઇ શેરબજારનો સેન્સેકસ 1200 પોઇન્ટના ઉછાળાથી 51798 હતો જે ઉંચામાં 51808 તથા નીચામાં 52799 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 327 પોઇન્ટ ઉંચકાઇને 1577 હતો જે ઉંચામાં 15707 તથા નીચામાં 15419 હતો.


Related News

Loading...
Advertisement
Advertisement