ઉદ્ધવ સરકાર પર સંકટ ઘેરુ: બાગી ધારાસભ્યો સુરતથી ગુવાહાટી શિફટ

22 June 2022 11:11 AM
Surat Gujarat Maharashtra
  • ઉદ્ધવ સરકાર પર સંકટ ઘેરુ: બાગી ધારાસભ્યો સુરતથી ગુવાહાટી શિફટ

મહારાષ્ટ્રમાં સરકાર બચાવવાનો ધમધમાટ યથાવત: આજનો દિવસ નિર્ણાયક

મુંબઈ: મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટમાં નિર્ણાયક સ્થિતિ આવી છે. એક તરફ શિવસેનામાં બળવાખોર ધારાસભ્યોની સંખ્યા હવે વધીને 35ની થઈ છે અને બળવાખોર નેતા એકનાથ શિંદેએ તેમની સાથે સેનાના 40 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે તથા સાત અપક્ષ ધારાસભ્યો પણ તેની સાથે હોવાનો દાવો કર્યો છે. મહારાષ્ટ્રના ખજુરાહો કાંડ જેવા આ દ્રશ્યોએ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર સૌની નજર છે અને તેઓએ બપોરે 1 વાગ્યે કેબીનેટની બેઠક બોલાવી છે.

* મધરાતે સુરત એરપોર્ટથી ખાસ વિમાનમાં શિવસેનાના 34 સહિત 40 ધારાસભ્યોને આસામના પાટનગરમાં પહોંચાડી વધુ સલામત કરાયા: ભાજપ સાથે સરકાર બનાવો તો જ સમાધાનની તૈયારી: એકનાથ શિંદેનું અકકડ વલણ

શિવસેનાના બળવાખોર સહિતના સૂરત પહોંચેલા 40 ધારાસભ્યોને કાલે મધરાતે ખાસ વિમાનમાં આસામના પાટનગર ગુવાહાટી પહોંચાડીને તેઓને અહીના રેડીસન-બ્લુ રીસોર્ટમાં રખાયા છે. બીજી તરફ મુંબઈએ હવે શિવસેના-કોંગ્રેસ તથા એનસીપીની બેઠકો શરૂ થઈ છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની બેઠકમાં પક્ષના નિરીક્ષક તથા મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી કમલનાથ હાજર રહ્યા હતા અને તેઓ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા એનસીપી વડા શરદ પવારને મળશે. એનસીપીના ધારાસભ્યોની પણ એક બેઠક આજે મળી રહી છે. આ પુર્વે પક્ષના વડા શરદ પવારે હાલની કટોકટીને શિવસેનાની આંતરિક બાબત ગણાવીને નવો સસ્પેન્સ સર્જયો છે.

* કેબીનેટ બેઠક બોલાવતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે: એનસીપી તથા કોંગ્રેસ કેમ્પમાં ધમધમાટ: શરદ પવાર તથા કમલનાથ દિલ્હીથી મુંબઈ પહોંચ્યા: ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાતની તૈયારી

આ અગાઉ ગઈકાલે પુરી રાત્રી સુરતમાં જબરા નાટકીય દ્રશ્યો જોવા મળ્યા હતા. શિવસૈનિક સહિતના બાગી ધારાસભ્યોને રાત્રીના બે વાગ્યે એરપોર્ટ પર લઈ જવાયા હતા અને ખાસ વિમાનમાં તમામ ધારાસભ્યોને ગુવાહાટી લઈ જયા હતા. જયાં ભાજપના એક સીનીયર નેતાએ તેમનું સ્વાગત કરીને હોટેલ ખાતે લઈ જવાયા હતા.

મહારાષ્ટ્રના રાજયપાલ કોશીયારી કોરોનાગ્રસ્ત
રીલાયન્સ હોસ્પીટલમાં દાખલ: રાજયમાં રાજકીય સંકટમાં ‘અલ્પવિરામ’
મુંબઈ: મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકતા રાજયપાલ ભગતસિંહ કોશીયારીને કોરોના સંક્રમીત થતા તેઓને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરાયા છે તેથી હવે આ રાજકીય સંકટમાં થોડો ‘ઈન્ટરવલ’ પડે તેવા પણ સંકેત છે. શ્રી કોશીયારીને ગઈકાલથી જ કોરોનાના લક્ષણ હોવાનું જાહેર થયું હતું

.અને બાદમાં તેઓને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરાયા છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે કેબીનેટ બેઠક બાદ રાજયપાલને મળવા જવાના હતા પણ હવે તેઓને શ્રી કોશીયારી સ્વસ્થ થાય તેની રાહ જોવી પડશે. શ્રી કોશીયારીને રીલાયન્સ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલ તેઓને આઈસોલેશનમાં રખાશે.


Related News

Loading...
Advertisement
Advertisement