આ વીકમાં ઓટીટી પર રનવે 34, અવરોહ સીઝન-2 સહિત મનોરંજનનો રસથાળ!

22 June 2022 11:51 AM
Entertainment
  • આ વીકમાં ઓટીટી પર રનવે 34, અવરોહ સીઝન-2 સહિત મનોરંજનનો રસથાળ!

મ્યુઝીકલ ડ્રામા મેરી આવાઝ સૂનો ડીઝની હોટ સ્ટાર પર 24મીએ

મુંબઈ: આવતા સપ્તાહે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો, વેબસીરીઝોના મનોરંજનનો રસથાળ આવી રહ્યો છે. ‘નેન્જુકુ નિધિ’, ‘અવરોહ સીઝન-2’, ‘ફોરેન્સીક’, ‘કથીર’, ‘મેરી આવાઝ સૂનો’, ‘રનવે-34’ સહિતની ફિલ્મો વેબસીરીઝો આવી રહી છે.

નેન્જુકુ નિધિ: આ ફિલ્મ સોની લીવ પર 23મીએ પ્રસારીત થશે. અરુણ રાજા કામરાજની આ ફિલ્મ અનુભવ સિંહાની 2019માં આવેલી ફિલ્મ ‘આર્ટીકલ 15’ની રિમેક છે. જાતિ ભેદભાવ આ ફિલ્મનો વિષય છે.

સરકારુ વારી પાટ્ટા: મહેશ બાબુની આ હિટ ફિલ્મ 23મી જૂને એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થશે. આ ફિલ્મમાં મહેશ બાબુ અને કીર્તિ સુરેશ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં પૈસા અને આદર્શ વચ્ચેના સંઘર્ષની કથા છે.

અવરોહ સીઝન-2: ‘ઈન્ડીયાસ મોસ્ટ ફિઅરબેસ’ પુસ્તક પર આધારીત આ મિલિટી ડ્રામાની બીજી સીઝન 24મીએ સોની લીવ પરથી પ્રસારીત થશે.

ફોરેન્સીક: વિશાલ ફુરીયાની આ ક્રાઈમ થ્રીલર ફિલ્મ 24મીએ ઝી ફાઈવ પર પ્રસારીત થશે. આ ફિલ્મમાં મસૂરીમાં એક યુવતીના ગાયબ થઈ જવાની કથા છે. જેમાં ફોરેન્સીક એકસપર્ટની ભૂમિકા વિક્રાંત મેસી ભજવે છે.

રનવે 34: અજય દેવગનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર 24મીએ પ્રસારીત થશે. આ ફિલ્મમાં અજય દેવગન, રકુલ પ્રીતસિંહ, અમિતાભ બચ્ચનની મુખ્ય ભૂમિકા છે.

કથીર: વેંકટેશ સ્ટારર આ ફિલ્મમાં નોકરીની ખોજમાં ચેન્નાઈ આવેલા એક એન્જીનીયર યુવાનની કથા છે. જે સાવિત્રી નામની વૃદ્ધાના સંપર્કમાં આવે છે અને તેની પ્રેરણાદાયી કથાની તેનો જીવન પ્રત્યેનો દ્દષ્ટિકોણ બદલાય જાય છે. ઉપરાંત 24મીએ નેટફિલકસ પર ‘કટ્ટાવુમ શિક્ષાયુમ’ પ્રસારીત થશે, મેરી આવાઝ સૂનો મ્યુઝીકલ ડ્રામા 24મીએ ડીઝની હોટ સ્ટાર પર પ્રસારીત થશે.


Related News

Loading...
Advertisement
Advertisement