અમેરિકી અભિનેત્રી એમ્બર હર્ડ દુનિયાની સૌથી ખૂબસુરત મહિલા જાહેર

22 June 2022 11:52 AM
Entertainment World
  • અમેરિકી અભિનેત્રી એમ્બર હર્ડ દુનિયાની સૌથી ખૂબસુરત મહિલા જાહેર

વૈજ્ઞાનિક ટેકનિકથી ચકાસણીમાં ચહેરો 91.85 ટકા ‘એક્યુરેટ’ : કીમ કર્દાશિયા ખૂબસુરતીમાં બીજા ક્રમે

લંડન,તા. 22
દુનિયાની સૌથી ખૂબસુરત મહિલા તરીકે અમેરિકી અભિનેત્રી એમ્બર હર્ડને જાહેર કરવામાં આવી છે. જ્યારે કીમ કર્દાશિયા બીજા નંબરે છે. દુનિયામાં સૌથી ખૂબસુરત મહિલાનો ચહેરો કેવો દેખાય છે ? ખૂબસુરતીના માપદંડો શું છે ? આવા અનેક પ્રકારના સવાલો મનમાં ઉઠતા હોય છે અને તે વિશે કલ્પના જ કરવામાં આવતી હોય છે પરંતુ આધુનિક વિજ્ઞાને દુનિયામાં સૌથી ખૂબસુરત મહિલાનો ચહેરો જાહેર કરી દીધો છે.

સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસમેપીંગના ડેટા મુજબ એમ્બર હર્ડ સૌથી ખૂબસુરત મહિલા છે. ખૂબસુરતી માપવા માટે વૈજ્ઞાનિક ટેકનિક અપનાવવામાં આવે છે અને તેના આધારે જ સૌથી ખૂબસુરત મહિલાનું બિરુદ આપવામાં આવે છે. આ ટેકનિકને ‘લેટેસ્ટ ફેશીયલ મેપીંગ’ કહેવામાં આવે છે. જેમાં કેટલાક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે અને તેના આધારે સૌંદર્યનું આકલન કરવામાં આવે છે. આ ટેકનિકનો ઉપયોગ કરીને બ્રિટીશ સર્જને દુનિયાની સૌથી ખૂબસુરત મહિલા તરીકે એમ્બર હર્ડને જાહેર કરી છે. કીમ કર્દાશિયા ખૂબસુરત મહિલા ગણાતી હતી હવે તેણે બીજા નંબરનું સ્થાન આપવામાં આવ્યું છે.

બ્રિટીશ સર્જન ડો. જુલિયનના કહેવા પ્રમાણે ચહેરામાં તમામ પ્રાકૃતિક ચીજોનો રેશિયો હોય છે. દુનિયાનાં સૌથી ખૂબસુરત ચહેરાનું રહસ્ય પણ તેમાં જ હોય છે. આ જ ટેકનિક પ્રમાણે કીમ કર્દાશિયાના ચહેરાનું પણ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ખૂબસુરતી માપવા માટે ગ્રીક ગોલ્ડન રેશિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હજારો વર્ષથી આ ટેકનિક જ ઉપયોગમાં લેવામાં આવે છે. એમ્બર હર્ડનો ચહેરો 91.85 ટકા એક્યુરેટ માલુમ પડ્યો હતો. 36 વર્ષિય એમ્બર હર્ડ પતિ જોની ડેપ સાથેના છૂટાછેટાથી તાજેતરમાં લાઇનલાઇટમાં આવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement