ગોંડલના દેરડી (કુંભાજી)ગામે આપ દ્વારા વીજબીલની હોળી

22 June 2022 11:56 AM
Gondal
  • ગોંડલના દેરડી (કુંભાજી)ગામે આપ દ્વારા વીજબીલની હોળી

સુત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન

ગોંડલ,તા.22
ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામે વડલા ચોક ખાતે ગોંડલ તેમજ દેરડી(કુંભાજી) ગામના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિજળી બીલના વિરોધમાં હાથમાં બેનરો લઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.બેનરમાં ભાજપ સરકાર સામે વીજળી બીલ માફ નહી તો થશે સૂપડા સાફ,બહુ મોંઘી થઈ લાઈટ હવે જનતા કરશે ફાઈટ સહિતના જુદાજુદા વિજળી બીલ માફ કરોના લખેલ સૂત્રો સાથેના બેનરો સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. આ સાથે જ રાહદારીઓને આમ આદમી પાર્ટીના પેમ્પલેટોનેં વહેંચાણ કરવામાં આવ્યું.જેમાં પરિવર્તન ગોંડલમાં પણ શક્ય છે.ની સાથે સારી સરકારી શાળાઓ,સારા સરકારી દવાખાનાઓ,વિજળીના ભાવમાં ઘટાડો સહિતના અનેક મુદાઓનો ઉલ્લેખ કરવામાં આવેલ હતો.બાદમાં આમ આદમી પાર્ટીના નિમિષાબેન ખૂંટ ગુજરાત પ્રદેશ સચિવની આગેવાનીમાં કાર્યકરોએ વડલા ચોક ખાતે ઈલેક્ટ્રીક વીજળી બીલની હોળી કરી હતી.તેમજ આદમી પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને ભારતમા કી જય વંદે મારતમના નારાઓ લગાવ્યો હતો...


Loading...
Advertisement
Advertisement