રાજકોટ,તા.22
સમગ્ર સૌરાષ્ટ્ર -કચ્છમાં કોરોના સંક્રમણમાં રોજિંદા કેસોમાં ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણમાં દર્દીઓ હોમ આઈસોલેટ થઈ રહ્યા છે સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા 24 કલાક દરમિયાન 21 પોઝિટીવ કેસ સામે 12 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ શહેર-5, ગ્રામ્ય-2, ભાવનગર-4, જામનગર-4, અમરેલી-1, અને કચ્છ-5, સહિત 21 પોઝિટીવ કેસ નોધાયા છે.
રાજકોટ મહાનગરમાં વધુ પાંચ પોઝિટીવ કેસ નોધાયા છે જેમાં લક્ષ્મીવાડી. આંબેડકર અને યુ.એસ.એ.ની મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ નોધાવા છે.
ભાવનગર:-
ભાવનગર શહેરમાં વધુ ચાર લોકો કોરોના સંક્રમિત થયા છે.કોરોનાવાયરસ ના કેસ નોંધાવવાનો સિલસિલો ભાવનગરમાં યથાવત રહેવા પામ્યો છે. આજે ભાવનગર શહેરમાં બે મહિલા અને બે પુરુષ ના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. શહેરના નારીરોડ ,મોહન નગર અનેઆનંદનગર વિસ્તારમાં કોરોના ના કેસો નોંધાયા છે. હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 41 થઈ છે.
અમરેલી:-
અમરેલી જિલ્લામાં કોરોનાના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહયો છે. ત્યારે અમરેલી તથા બગસરા પંથકમાં નવા કેસ નોંધાયા છે. તે મળી આજની તારીખે કોરોનાના કુલ એકટીવ કેસની સંખ્યા 3 થવા પામી છે.