(જીજ્ઞેશ પટેલ દ્વારા) માણાવદર તા.22
માણાવદરમાં કાર્બાઈડ ખાવાથી 4 ગાયોને ઝેરી અસર થતાં ગૌરક્ષક ગ્રુપ દ્વારા સારવાર આપી હતી. માણાવદરમાં કાર્બાઈડ ખાવાથી 4 ગાયોને ઝેરી અસર થતાં જીવદયાપ્રેમીમાં રોષ ફેલાયો છે. હાલ આ કાર્બાઈડ કેરી કે અન્ય ફળ પકવવા વપરાયેલ જયાં ત્યાં ફેંકી દેવાતા રખડતા ઢોર આવા પેક પડીકા ખાધાનું સમજી ખાય જતાં કાર્બાઈડની ઝેરી અસર થઈ હોવાનું જીવદયાપ્રેમીઓએ જણાવેલ છે. ગૌરક્ષક ગ્રુપ દ્વારા આવી ઝેરી અસરગ્રસ્ત ગાયોની સારવાર કરી જીવ બચાવ્યા હતાં. જીવદયાપ્રેમીઓએ સમસ્ત નગરજનો-વેપારીઓને અપીલ કરી છે કે જે કોઈ કાર્બાઈડ વાપરતા હોય તેનો જાહેર ઉકરડામાં ન નાખતાં તેનો યોગ્ય સ્થળે નિકાલ કરો જેથી પશુઓને ઝેરી અસર ન થાય. જાહેર જનતા પણ ધ્યાનમાં લે.