બોટાદમાં માનસીક બીમારીથી કંટાળી મહીલાનો ઝેરી દવા ગટગટાવી આપઘાત

22 June 2022 12:09 PM
Botad
  • બોટાદમાં માનસીક બીમારીથી કંટાળી મહીલાનો ઝેરી દવા ગટગટાવી આપઘાત

રંગપરનો બનાવ : તામસી સ્વભાવે ઇલાબેન કોળીનો જીવ લીધો : બાજુમાં આવેલ વાડીએ જઇ પગલુ ભરી લીધું : રાજકોટ સીવીલે દમ તોડતાં પરીવારમાં શોક છવાયો

રાજકોટ,તા. 22 : બોટાદના રંગપરમાં માનસીક બિમારીથી સ્વભાવ તામસી થઇ જતા ઇલાબેન કોળીએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં રાજકોટ સીવીલે દમ તોડતા પરીવારમાં અરેરાટી છવાઈ હતી. બનાવની વધુ વિગત અનુસાર બોટાદના રંગપરમાં ઇલાબેન અરવિંદભાઈ પરમાર (ઉ.વ.38)એ અગીયાર દિવસ પહેલા પોતાના ઘરની પાછળ આવેલ વાડીમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

જે અંગે પરીવારને જાણ થતાં તાત્કાલીક પ્રથમ બોટાદ અને વધુ સારવાર માટે રાજકોટ સીવીલે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બોટાદ પોલીસને જાણ કરતાં સીવીલે દોડી આવી કાગળો કરી આપઘાતનું કારણ જાણવા પરીવારની વિશેષ પુછપરછ હાથ ધરી હતી.

મૃતકના પતિએ જણાવ્યું હતું કે, અમારા લગ્નને 19 વર્ષ થયેલ છે અને થોડા સમય પહેલા તેમને માનસિક તકલીફ થતા તેમની સારવાર કરાવેલ હતી. જે બાદ તેમનો સ્વભાવ તામસી થઇ જતાં અંતીમ પગલું ભરી લીધું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમને માતાની છત્રછાયા ગુમાવતાં પરીવારમાં શોક છવાયો હતો.


Loading...
Advertisement
Advertisement