વીરપુર,તા.22 : સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં માલધારી સમાજના લોકો બહોળી સંખ્યામાં વસવાટ કરે છે,માલધારીઓ પશુપાલન સાથે જોડાયેલા હોય અને પશુઓનું દૂધ વેંચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે,માલધારીઓ પોતાના પશુઓને લઈને સિમ વિસ્તારમાં ચારો ચરાવવા માટે જતા હોય છે અને મોડી રાતે પાછા ફરતા હોય છે ત્યારે વીરપુરમાં રહેતા માલધારી મયુરભાઈ ભુંડિયા પોતાની ત્રણ જેટલી ભેંસોને લઈને ઘરે પરત ફરતા હતા ત્યારે હાઈવે પરની સાઈડમાં પશુઓ સાથે ચાલ્યા આવતા હતા
ત્યારે રોડ પર એક ખાનગી ટ્રાવેલ્સની બસના દ્રાઈવરે અચાનક હોર્ન મારતા મયુરભાઈની ભેંસો ભડકી હતી અને તે જ બસ ચાલકે ત્રણ જેટલી ભેંસોને અડફેટે લેતા ત્રણેય ભેંસો ઘટના સ્થળે જ મોતને ભેટી હતી ત્યારે મયુરભાઈએ બસ ચાલકને રોકવા માટે કોશિશ કરી હતી પરંતુ બસ ચાલક બસ લઈને નાશી છૂટ્યો હતો પરંતુ પાછળ આવી રહેલા વાહન ચાલકોએ તે બસ ચાલકને આગળ જતાં અટકાવ્યો હતો અને બસ ચાલક બસ મૂકીને ભાગી છૂટ્યો હતો. મયુરભાઈ ભુંડિયાએ જણાવ્યું હતું કે પોતે માલધારી હોવાથી વર્ષોથી બાપદાદા વખતથી પશુપાલન સાથે સંકળાયેલા છે અને દૂધ વેંચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે
ત્યારે પોતાની રોજીરોટી આ ત્રણ ભેંસો જ હતી તેમાં પણ બે ભેંસો ગર્ભવતી વતી હોવાથી આશરે એક એક લાખ રૂપિયા જેટલી કિંમતની ભેંસોને ખાનગી ટ્રાવેલ્સના બસ ચાલકે અડફેટે લેતા પોતાના પરિવાર પર આભ ફાટ્યું હતું અને પોતાની રોજીરોટી સમાન ત્રણેય ભેંસોનું વળતર આપવા માંગ કરી હતી જેમને લઈને મયુરભાઈએ વીરપુર પોલીસમાં ખાનગી ટ્રાવેલ્સની બસ સામે ફરિયાદ નોંધાવી હતી અને વીરપુર પોલીસે આઈપીસી કલમ 279 તેમજ 429,એમબી એક્ટ કલમ 177,184,134 સહિત કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.