શિહોરમાં આર્થિક સંકટથી કંટાળીને આપઘાત કર્યો

22 June 2022 12:23 PM
Bhavnagar
  • શિહોરમાં આર્થિક સંકટથી કંટાળીને આપઘાત કર્યો

(વિપુલ હિરાણી) ભાવનગર તા.22
ભાવનગર નજીક શિહોરમાં યુવાને નાણાકીય સંકડામણ થી કંટાળી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના શિહોરમાં સાંકડી શેરીમાં રહેતા રાજુભાઈ મહેન્દ્રભાઈ રાવ ઉં.વ.36 એ તેના ઘેર ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી. મૃતક યુવાન છૂટક મજૂરી કામ કરતો હતો અને છેલ્લા કેટલાય સમયથી કામ ધંધો ન હોય બેકાર હતો. નાણાકીય કટોકટીથી કંટાળી જઈને આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

કૂવામાં પડી જતાં મોત
ભાવનગર જિલ્લાના માલણકા ગામે રહેતા ખીમજીભાઈ ધીરુભાઈ બારૈયાઉં.વ.35નું અકસ્માતે કૂવામાં પડી જતાં મોત નીપજ્યું હતું.


Loading...
Advertisement
Advertisement