લાયન્સ ક્લબ-ધોરાજીના નવા હોદેદારોનો શપથવિધી સમારોહ સંપન્ન

22 June 2022 12:25 PM
Dhoraji
  • લાયન્સ ક્લબ-ધોરાજીના નવા હોદેદારોનો શપથવિધી સમારોહ સંપન્ન

મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધોરાજી,તા.22
લાયન્સ ક્લબ ધોરાજીના વર્ષ 2022-23ના હોદેદારોનો શપથવિધિ સમારોહ તાજેતરમાં સેફાયર પ્લેટીનીયમ ખાતે યોજવામાં આવેલ હતો. તેમાં લાયન, ધીરજલાલ રાણપરીયાએ શપથગ્રહણ કરાવેલ હતાં. મુખ્ય મહેમાન તરીકે લાયન હીરલબા જાડેજા તથા રમેશભાઈ રુપાલાએ હાજરી આપેલ હતી. નવા વર્ષના હોદેદારોમાં પ્રમુખ શ્રી અંકિત જી. રાખોલીયા, મંત્રી પ્રવિણભાઈ સુદાણી તથા ખજાનચી તરીકે રાજેશભાઈ હીરપરાની વરણી કરવામાં આવી હતી. આ સાથે સ્થળ ઉપર મહાનુભાવોના હસ્તે વ-ક્ષારોપણ પણ કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં ક્લબના સિનિયર સભ્ય શ્રી હરસુખભાઈ હીરપરાનું તાજેતરમાં અવસાન થયેલ તેઓ માટે બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા.
કાર્યક્રમમાં લાયન્સ ક્લબના તમામ સભ્યો હાજર રહેલ તથા આભારવિધિ લાયન કાંતિભાઈ જાગાણી દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન પણ તેઓ દ્વારા કરવામાં આવેલ હતું.

નવા વર્ષના હોદેદારોમાં પ્રમુખ તરીકે લાયન અંકિતભાઇ રાખોલીયા તથા મંત્રી તરીકે લાયન પ્રવિણભાઈ સુદાણી તથા ખજાનચી તરીકે લાયન રાજેશભાઈ હીરપરાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી.

કાર્યક્રમની શરુઆતમાં સભાને વ્યવસ્થીત થવાનો આદેશ પ્રમુખ અશોકભાઈ બાલધાએ આપેલ ત્યારબાદ ધ્વજવંદના લાયન પ્રફુલભાઈ હીરપરાએકરાવેલ તેમજ સ્વાગગત શબ્દોથી પ્રમુખ અશોકભાઈ બાલધાએ કરેલ તથા મહેમાનોનું પુષ્પ ગુચ્છથી ક્લબના સભ્યો દ્વારા સ્વાગત કરેલ. વર્ષ 2022-23ની પ્રવૃતિનો પરિચય લાયન ભાવેશભાઈ માવાણીએ કરાવેલ તથા દીપ પ્રાગટ્ય મહેમાનોના હસ્તે થયેલ. તથા લાયન હીરલબા જાડેજા તથા રમેશભાઈ રુપાલા તથા પાસ્ટ ગવર્નર શ્રી ધીરજલાલ રાણપરીયાએ પ્રાસંગિક પ્રવચન કરેલ હતું.


Loading...
Advertisement
Advertisement