ગાંધીધામ પોલીસ દ્વારા અખાદ્ય ગોળનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો: કાર્યવાહી

22 June 2022 12:32 PM
kutch Crime
  • ગાંધીધામ પોલીસ દ્વારા અખાદ્ય ગોળનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો: કાર્યવાહી

ભચાઉ,તા.22 (ગની કુંભાર) : પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ મહેન્દ્ર બગડીયા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા થયેલ સુચના મુજબ એસ.ઓ.જી. ટીમે પેટ્રોલીંગ દરમિયાન અંજાર યોગેશ્વર ચોકડી ચાર રસ્તા પાસેથી એક સફેદ કલરની બોલેરો પીકપ ડાલો ગાડીમા શંકાસ્પદ અખાદ્ય ગોળ ભરેલ જોવામાં આવતા ગાડી રોકી ગાડીમાં તપાસ કરતા બોલેરો રજી.નં. જીજે 24 એકસ 1898 વાળીમાં ડ્રાઇવર ખુશાલભાઇ ખીમજીભાઇ હડીયા ઉ.29 ધંધો ડ્રાઇવીંગ, રહે.

વીડી ગામ ગૌશાળાની બાજુ વાડી વિસ્તાર તા.અંજાર જી. કચ્છ વાળા હોઇ જેમાં કંતાનમાં અખાદ્ય ગોળની કુલ 280 ભેલીઓ જણાયેલ જે એક ભેલીનો વજન આશરે 9 કીલો ગ્રામ એટલે 280 ભેલીઓનો વજન આશરે 2520 કિલો ગ્રામ મળી આવેલ બાદ સદરહુ અખાદ્ય ગોળ કયાંતી ભરેલ તે બાબતે પુછપરછ કરતા આ અખાદ્ય ગોળ સુરેશભાઇ દેવશીભાઇ સોરઠીયા (રહે. અંજાર વાળાના જીઆઇડીસી ખાતે સર્વે નંબર 475માં આવેલ ગોડાઉન નંબર 43/એ નવકાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેઇડ કરતા ગોડાઉનમાંથી અખાદ્ય ગોળની 9 કિલોની કુલ 315 તથા ઝબલામા 9 કિલોની કુલ60ભેલીઓ તથા 25 કિલોની 4 ભેલીઓ મળી કુલ વજન 3475 કિલો ગ્રામ થયેલ.

એમ કુલ વજન 5995 કિલોગ્રામ, જેએક કિલો અખાદ્ય ગોળની રૂ.35 લેખે કુલ વજન 5995 કિલોગ્રામ અખાદ્ય ગોળની કુલ 2.09.825 તથા ગાડીની રૂ.2.00.000 તથા એક મોબાઇલ ફોન રૂ.5000 એમ કુલ રૂ.4.14.825 નો મુદામાલ મળી આવેલ, જે તમામ મુદામાલ જાણવા જોગના કામે કબ્જે કરી અખાદ્ય ગોળના સેમ્પલ એફ.એલ.એલ.માં મોકલવા આગળની કાર્યવાહી માટે અંજાર પોે.સ્ટે.ને સોંપવામાં આવેલ.

મુદામાલની વિગતો અનુસાર, બોલેરો પીકપ ગાડીમાંથી પકડાયેલ કુલ 2520 કિલો ગ્રામ તથા ગોડાઉન ખાતેથી કુલ 3475 કિલોગ્રામ એમ કુલ 5995 કિલો ગ્રામ અખાદ્ય ગોળની કિ. 2.09.825 છે. ગાડીની કિ. 2.00.000 તથા એક મોબાઇલ ફોન 5000 મળી કુલ રૂ.4.14.825નો મુદામાલ ઝડપાયો છે.ઉપરોકત કામગીરીમાં એસઓજી પો.ઇન્સ. એસ.એસ. દેસાઇ તથા પો.સઇ જીકે વહુનીયા તથા એસઓજી સ્ટાફ જોડાયેલ હતા.


Related News

Loading...
Advertisement
Advertisement