શ્રી નિલકંઠસ્વરૂપદાસજી સ્વામી અક્ષર નિવાસી થયા : ઘેરો શોક

22 June 2022 12:50 PM
Rajkot Dharmik
  • શ્રી નિલકંઠસ્વરૂપદાસજી સ્વામી અક્ષર નિવાસી થયા : ઘેરો શોક

ગઢડા બીએપીએસ સ્વામિ. મંદિરના સંત

રાજકોટ,તા. 22 : ગઢડા મંદિરમાં રહી વિચરણની સેવા કરતા પૂ. નીલકંઠસ્વરુપદાસ સ્વામી અક્ષરનિવાસી થયા છે. પૂ. નીલકંઠસ્વરુપદાસ સ્વામીએ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે 2004માં દીક્ષા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞા અનુસાર જયપુર, રાજસ્થાનમાં થોડા વર્ષો વિચરણ કર્યું હતું અને છેલ્લા આઠેક વર્ષથી ગઢડા વિસ્તારમાં વિચરણની સેવા દ્વારા સત્સંગ પ્રવર્તનનું કાર્ય કરતા હતા. તેઓ શાંત, નમ્ર અને સેવાભાવી સંત હતા. જ્યાં ત્યાં,જેમ તમ, જેવું તેવું ચલાવી લઇ હરિભક્તોને રાજી રાખવા તેઓ હંમેશા તત્પર રહેતા. તેઓના અક્ષરનિવાસથી સત્સંગનેએક સારા,ગુણીયલ સંતની ખોટ પડી છે. આજે તા. 22 જૂનના સવારે 6 વાગે ગઢડા મંદિરે પૂજનવિધિ અને 7 વાગે અક્ષરવાડીએ તેમનો અગ્નિ સંસ્કાર વિધિ રાખવામાં આવેલ.


Related News

Loading...
Advertisement
Advertisement