જસદણ ઓમકાર શૈક્ષણિક સંકુલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

22 June 2022 12:55 PM
Jasdan
  •  જસદણ ઓમકાર શૈક્ષણિક સંકુલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. 22
જસદણ ઓમકાર શૈક્ષણિક સંકુલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ હરેશભાઈ હેરભા કડુકાવાળા, ઉપ પ્રમુખ બક્ષીપંચ મોરચા અશોકભાઈ ચાંવ તેમજ જસદણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ વિજયભાઈ રાઠોડ સહિતના ભાજપ ના હોદેદારો તેમજ ડેપ્યુટી કલેકટર કે.વી.બાટી, પોલીસ સબ ઇન્સપેક્ટર કે.પી.મેતા ,મામલતદાર આર.જે.માકડીયા, ટી.ડી.ઓ કૌશિકભાઈ પરમાર તેમજ બક્ષીપંચ મોરચાના હોદેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલેએ વિશ્વ યોગ દિવસની વર્ચ્યુઅલ ઓનલાઈન શુભેચ્છા પાઠવી હતી.


Loading...
Advertisement
Advertisement