છેતરપીંડીના ગુનાનો આરોપી સુરેશ નામ બદલી વડોદરામાં રહેતો હતો

22 June 2022 03:47 PM
Jasdan Crime Rajkot
  • છેતરપીંડીના ગુનાનો આરોપી સુરેશ નામ બદલી વડોદરામાં રહેતો હતો

જસદણ પોલીસ મથકના : બે વર્ષથી મનીષ નામ ધારણ કરી નાસતા-ફરતા આરોપીને રૂરલ પોલીસે દબોચ્યો

રાજકોટ, તા.22
જસદણ પોલીસ મથકના છેતરપીંડીના ગુનામાં બે વર્ષથી ફરાર સુરેશ નામ બદલી વડોદરામાં રહેતો હોવાની બાતમીના આધારે રૂરલ પોલીસે જાંબુવા ગામેથી દબોચી કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના પીઅસઆઇ વી.એમ.કલોદરા અને ટીમને મળેલ ચોકકસ બાતમીના આધારે જસદણ પોલીસ મથકમાં બે વર્ષ પહેલા નોંધાવેલ છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી સુરેશ ઉર્ફે ઘનશ્યામ વાલજી ઇટાળીયા (રહે. નડીયાદ, ખેડા) વડોદરાના જાંબુવા ગામે મનીષ નામ ધારણ કરી રહેતો હોવાની માહિતી આધારે એએસઆઇ વકારભાઇ અરબ, હેડ કોન્સ્ટેબલ વિરાજભાઇ ધાધલ અને કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકીએ સ્થળ પર જઇ આરોપીને દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.ઉલ્લેખનીય છે કે આરોપી સુરેશ ઉર્ફે ઘનશયામ ઉપર અગાઉ પણ રાજયના અનેક જિલ્લામાં છેતરપીંડીના અનેક ગુના નોંધાયેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement