ન્યુયોર્ક (અમેરિકી) તા.22
પુરા વિશ્વમાં તરખાટ મચાવનાર અને લાખો લોકોના લેનાર કોરોના ચીનના વુહાનમાંથી ફેલાયાનો સતત ઈન્કાર કરતા ડબલ્યુએચઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને છેક હવે એવું લાગ્યું છે કે ચીનની વુહાન લેબમાંથી કોરોના વાયરસ ફેલાયો છે.
ડબલ્યુએચઓના મહાનિર્દેશક ટ્રેડોસ ગેબ્રેયેલિએ એક યુરોપીય નેતા સાથે ખાનગી વાતચીતમાં સ્વીકાર કર્યો છે કે ચીનની વુહાન લેબમાંથી જ કોરોના વાયરસ લીક થયો છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે વુહાન લેબમાં કોઈ દુર્ઘટનાને પગલે આ વાયરસ ફેલાયો હોવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ડબલ્યુએચઓ કોરોના વાયરસના ઉદભવ મામલે વુહાન લેબ જવાબદાર હોવાનું તથ્ય સ્વીકારવાથી દુર રહ્યું છે તો બીજી તરફ ડબલ્યુએચઓના વિશેષજ્ઞો પણ એ ફરિયાદ કરતા રહ્યા છે કે ચીન વાયરસના ઉદભવની તપાસ કરવામાં સહયોગ નથી આપી રહ્યું.