રાજકોટની નૃત્ય સંસ્થા સ્તુતિ ઈન્સ્ટી. ઓફ પરફોર્મિંગ આર્ટસની નૃત્યાંગનાઓની પ્રસ્તુુતિ

22 June 2022 04:59 PM
Rajkot Sports
  • રાજકોટની નૃત્ય સંસ્થા સ્તુતિ ઈન્સ્ટી. ઓફ પરફોર્મિંગ આર્ટસની નૃત્યાંગનાઓની પ્રસ્તુુતિ
  • રાજકોટની નૃત્ય સંસ્થા સ્તુતિ ઈન્સ્ટી. ઓફ પરફોર્મિંગ આર્ટસની નૃત્યાંગનાઓની પ્રસ્તુુતિ

દિલ્હી ખાતે યોજાયેલ ટોર્ચ રિલે.44માં ચેસ ઓલિમ્પિયાડ કાર્યક્રમમાં

રાજકોટ તા.22 : તાજેતરમાં દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાંચ વખતના ચેસમાં વિશ્વ વિજેતા વિશ્વનાથ આનંદની ઉપસ્થિતિમાં ઈન્દીરા ગાંધી ઈન્ટરનેશનલ ઈંડોર સ્ટેડીયમ ખાતે તા.19મી જૂને યોજાયેલ ટોર્ચ રિલે.44માં ચેસ ઓલિમ્પિયાડ ઉદઘાટન કાર્યક્રમમાં ગુજરાત રાજયના ગૌરવ પુરસ્કૃત અને રાજકોટના જાણીતા ભરતનાટયમ નૃત્યાંગના શ્રીમતી મીરા નિગમની આગેવાનીમાં તેમની નૃત્ય સંસ્થા સ્તુતિ ઈન્સ્ટીટયુટ ઓફ પરફોર્મિંગ આર્ટસની નૃત્યાંગનાઓએ નૃત્ય રજુ કર્યું હતું. અંકુરભાઈ પઠાણની આગેવાની હેઠળ સમગ્ર ભારતના 250 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શ્રીમતી મીરા નિગમની શિષ્યા શ્રદ્ધા અધ્યરું એ ઐતિહાસિક ટોર્ચ ને આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનના પ્રમુખ આર્કેડી દવોર્કોવીચને સુપ્રત કરેલ જે રાજકોટ અને ગુજરાત માટે એક ગૌરવ ક્ષણ હતી. આ કાર્યક્રમની સ્તુતી ઈન્સ્ટીટયુટની નૃત્યાંગનાઓ મહેક માંકડ, અદિતિ મંકોડી, શ્રીલક્ષ્મી કારાઈ, પાયલ દોશી, ડેઝી સાવલિયા અને ભૈરવી રાવલ એ ભાગ લીધેલ હતો.


Related News

Loading...
Advertisement
Advertisement