ભરૂચ:
પોલીસ સ્ટેશનમાં પાઠશાળા હોય તેવું તમારા માન્યા ન આવતું હોય તો ભરૂચ જિલ્લાના 30 પોલીસ મથકોમાં શરૂ કરાયેલા વર્ગખંડોની મુલાકાત લઈ આવજો. અહીં પોલીસ જવાનો શિક્ષક બની પોલીસની કામગીરી તેમજ કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક નિયમો અંગે બાળકોને જ્ઞાન અપાઈ રહ્યું છે.
જ્યાં આમ આદમી પોલીસથી ડરતી હોઈ છે અને મનમાં ગેરસમજણ ભરેલી હોઈ છે ત્યારે આજ વસ્તુ દૂર કરવાના હેતુસર ભરૂચના 30 જેટલા પોલીસ સ્ટેશનમાં પાઠશાળા અને વર્ગખંડોમાં તબદીલ થયેલા જોવા મળે છે. વિદ્યાર્થીઓને શાળકીય શિક્ષણ સહિત કાયદાકીય, ટ્રાફિક નિયમો અને પોલીસની કામગીરી અંગે રૂબરૂ વાકેફ કરાવવા ભરૂચ જિલ્લા પોલીસ વડા સીએસપી ડો. લીના પાટીલએ ‘પોલીસની પાઠશાળા’નું આયોજન કર્યું છે. વિવિધ પોલીસ સ્ટેશનો જેવા કે ભરૂચ, અંકલેશ્વર, દહેજ, સહિતના વર્ગખંડ અને એક બાદ એક શાળાના વિદ્યાર્થીઓની હાજરી સાથે પોલીસ મથકોએ પીઆઇ, પીએસઆઇ, મહિલા પોલીસ, ટ્રાફિક પોલીસ અને સ્ટાફે વિદ્યાર્થીઓને શિક્ષક બનેલી પોલીસે શિક્ષણ આપવાનું શરૂ કર્યું.
જેનો હેતુ વિદ્યાર્થીમાં રહેલી પોલીસની ઓળખ અને તેનો ભય દૂર કરવાનો હતો. સાથે જ દેશનો ભાવિ નાગરિક એવો વિદ્યાર્થી પોતાના પરિવાર, સમાજ, શહેર, ગામ, જિલ્લા, રાજ્ય અને દેશ માટે આદર્શ બને તે રહેલો છે. કાયદા, કાનૂન વિવિધ જોગવાઈ, ટ્રાફિક નિયમો જાણી તેનું પાલન કરે સાથે જ લો એન્ડ ઓર્ડર ને પોતે હાથમાં ન લે અને અન્યને પણ કાયદા વિરોધી કૃત્ય ભરતા અટકાવે કે તે માટે પોલીસને માહિતગાર કરે.