બાબા બુઢા અમરનાથની યાત્રામાં ધોરાજીના 46 યાત્રાળુઓ જોડાશે

23 June 2022 10:21 AM
Dhoraji
  • બાબા બુઢા અમરનાથની યાત્રામાં ધોરાજીના 46 યાત્રાળુઓ જોડાશે

તમામ યાત્રાળુઓનું અભિવાદન કરાયું

ધોરાજી,તા.23
બાબા બુઢા અમરનાથની યાત્રામાં ધોરાજીના 46 યાત્રાળુઓ જોડાશે જેઓનું અભિવાદન કરવામાં આવેલ હતું.બાબા બુઢા અમરનાથની યાત્રાનું આયોજન બજરંગ દળ છેલ્લા 17 વર્ષ થી કરે છે. તેમાં સમગ્ર દેશમાંથી હજારો હિન્દુઓ ગર્વભેર ભાગ લે છે, આ વર્ષે તા.27થી યાત્રાની શરૂઆત થશે જેમાં ભાગ લેવા ધોરાજીના 46 હિન્દુઓનો પ્રથમ જથ્થો જશે.

આ યાત્રાળુઓનું સન્માન કરવા માટેનો કાર્યક્રમ ધોરાજીના સ્વામી નારાયણ મંદિરમાં રાખવામાં આવ્યો હતો. જેમાં આ યાત્રાના પ્રાંત સંયોજક નાનજીભાઈએ યાત્રાની માહિતી આપી હતી. સંઘનો પ્રાંત અધિકારી ચંદુભાઈ ચોવટિયાએ બાબા બુઢા અમરનાથની યાત્રાનું મહત્વ બતાવ્યું હતું, જયારે સંત પુરાણી સ્વામીએ આર્શિવચન આપ્યા હતાં.

વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ દલસુખભાઈ વાગડીયાએ આભાર વિધિ કરી હતી. આ યાત્રામાં સૌરાષ્ટ્ર પ્રાંત માંથી 400 બહેનો સાથે કુલ 700 હિંદુઓ રાજકોટ થી રવાના થશે તેમ વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી પ્રખંડના મંત્રી મનીષભાઈ સોલંકીએ જણાવેલ છે.


Loading...
Advertisement
Advertisement