ધોરાજીની શાળા નં.8માં પ્રવેશોત્સવ યોજાયો

23 June 2022 10:22 AM
Dhoraji
  • ધોરાજીની શાળા નં.8માં પ્રવેશોત્સવ યોજાયો
  • ધોરાજીની શાળા નં.8માં પ્રવેશોત્સવ યોજાયો

બાળકોને શૈક્ષણિક કીટ અપાઇ

ધોરાજી, તા. 23
ધોરાજીની શાળા નં.8માં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં ચીફ ઓફિસર ચારૂબેન મોરીના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. સરકારી શાળા નં.8માં શાળા પ્રવેશ મહોત્સવ નિમિતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ધો. 3 થી 8ના વિદ્યાર્થીઓને બેસ્ટ દેખાવ કરવા બદલ શિલ્ડ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. આ તકે ચીફ ઓફિસર ચારૂબેન મોરી, વિનુભાઇ નિવૃત શિક્ષક, પ્રવીણભાઇ નિવૃત શિક્ષક, સી.આર.સી. બગડાભાઇ, લાયજન બોરખરીયાભાઇ સહિતના મહાનુભાવો હાજર રહેલ હતા. આ તકે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓએ હાજર રહી સરકારી શાળાઓની કામગીરીને બીરદાવી હતી.


Loading...
Advertisement
Advertisement