પાલીતાણામાં રેશનકાર્ડ ધારકો હજુ તુવેરદાળથી વંચિત: તંત્ર જાગશે ?

23 June 2022 10:36 AM
Bhavnagar
  • પાલીતાણામાં રેશનકાર્ડ ધારકો હજુ તુવેરદાળથી વંચિત: તંત્ર જાગશે ?

મેહુલ સોની પાલીતાણા,તા.23
રેશનકાર્ડ ઉપર અનાજ લઇને ગુજરાત ચલાવતા લાખો પરિવારોને તુવેરદાળનો જથ્થો નહિ મળતા રેશનીંગના દુકાનદારો સાથે રોજ ચકમક થઇ રહી છે. મોટી મોટી યોજનાઓની જાહેરાત કરતી સરકાર ગરીબ પ્રજાને તુવેરદાળ પહોંચાડી શકી નથી અને પુરવઠા અધિકારીને તો જાણે પ્રજાના આ પ્રશ્ર્નોના રસ નહિ હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે.

મળતી વિગત મુજબ શહેરના એકપણ રેશનીંગની દુકાનમાં ચાલુ માસનો તુવેરદાળનો જથ્થો ફાળવાયો નથી. જેને કારણે કાર્ડધારકોને રોજ ધકકા ખાવાની નોબત આવી છે. જુન મહિનો પુરો થવા આવ્યો છતા તુવેરદાળ હજુ સુધી રેશનીંગની દુકાનોમાં પહોંચી નથી. સરકારની ઢીલી નીતિને કારણે ગરીબ પ્રજા રંજાકનો સામનો કરી રહી છે.

પુરવઠા વિભાગના ગોડાઉનમાં તુવેરદાળ આવી ગયેલ છે. તેના સેમ્પલ પણ લઇને ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. પરંતુ તે હજુ સુધી ગાંધીનગરથી પાસ થઇને આવ્યા નથી. અને તેના કારણે તુવેરદાળ પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી રેશનીંગની દુકાનોમાં વિતરણ થઇ શકી નથી. જેના કારણે રેશનીંગ દુકાનદારો અને રેશનકાર્ડ ધારકોની વચ્ચે રોજ માથાકુટ થઇ રહી છે.


Loading...
Advertisement
Advertisement