વિપુલ હિરાણી)
ભાવનગર, તા.23
ભાવનગર શહેર ના સિદરસ રોડ પર આવેલા કનાડા કુટુંબના વિસોત માતાજીના મઢમાં રાત્રીના કોઈ અજાણ્યા ઈસમે માતાજીના મઢનું તાળું તોડી માતાજીના મઢમાં પ્રવેશ કરી મઢમાં રહેલી ચાંદીની તલવાર તથા ચાંદીનું તોરણ મળી કુલ રૂ.35 હજારના મુદ્દામાલની ચોરી કર્યાંની ફરિયાદ ભરતનગર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જુગાર રમતા પાંચ ઝડપાયા
ભાવનગર શહેરના અક્ષર પાર્ક રોડ પર જાહેરમાં જુગાર રમતા પ્રકાશ ઉર્ફે પકો રમેશભાઈ ચૌહાણ, દિલીપ સવજીભાઈ જાગાણી, મુન્ના નાનજીભાઈલામડિયા, નિલેશ રામજીભાઈ સોલંકી, હાર્દિક કિશોરભાઈ માંગુકિયાને પોલીસે જુગારના સાહિત્ય અને રૂ.11870 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.