જૂનાગઢનાં દોલતપરાનાં યુવાનને જંગલમાં દારૂ પીવડાવી માર માર્યો : પતાવી દેવાની ધમકી

23 June 2022 11:26 AM
Junagadh Crime
  • જૂનાગઢનાં દોલતપરાનાં યુવાનને જંગલમાં દારૂ પીવડાવી માર માર્યો : પતાવી દેવાની ધમકી

બાંટવાના થાપલા ગામે સગીરાને ગર્ભવતી બનાવી : ફરિયાદ

જુનાગઢ, તા.23
જૂનાગઢ દોલતપરામાં રહેતા એક યુવાનને જંગલમાં લઇ જઇ દારૂ પીવડાવી માર મારી ફરીયાદ કરીશ તો મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઇ છે. દોલતપરામાં રહેતા અને દરજી કામ કરતા વિપુલ પરસોતમ ચૌહાણની બાજુમાં રહેતી એક યુવતી અને મેહુલ રમેશ કોળીને પ્રેમસંબંધ હોય જેને મળવા મેહુલ અગાસી પર આવતો હોય

જેને વિપુલ જોઇ જતા વિપુલે યુવતીની માતાને વાત કરેલ જે મનદુ:ખમાં વિપુલને મેહુલ જંગલમાં લઇ ગયેલ જયાં તેના મિત્રો ત્યાં હાજર હતા ત્યાં વિપુલને બળજબરીથી દારૂ પીવડાવી બાદમાં માર માર્યો હતો ત્યારે વિપુલ રાડોરાડ થતા ફોરેસ્ટના બે કર્મીઓ નીકળતા આ ત્રણેય ભાગી છુટયા હતા જતા જતા કહેલ કે જો તું ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી મળી હતી. વિપુલ અજાણી વ્યકિતના બાઇકના ઘરે આવેલ ત્યાંથી 108માં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ બાદ વિપુલ ચૌહાણે મેહુલ રમેશ કોળી અને અજાણ્યા સહિત ત્રણ સામે એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સગીરાને ગર્ભવતી બનાવી
મુળ મહારાષ્ટ્રના કરજઇ તા. શાહદા જી. નંદુરબાદના રહીશ આદિવાસી બાંટવા પાસેના થાપલા ગામે મજુરી કામે આવેલ હોય ત્યારે તેના જ ગામનો આદિવાસી રાહુલ સુતમ માળી આદિવાસી રે. કરજઇવાળાએ ફરીયાદીની સગીરવયની દિકરી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી ગર્ભ રાખી દેતા જે બાબતે આરોપીના ઘરે પુછપરછ કરવા ગયેલ ત્યારે ફરીયાદીને ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસમાં ફરીયાદ નોંધાવતા મહિલા પીએસઆઇ કે.ડી.પરમારએ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement