26 જુન સુધી વરસાદી રાઉન્ડ : મુંબઈમાં ભારે વર્ષાની ચેતવણી-એલર્ટ

23 June 2022 11:30 AM
India Top News
  • 26 જુન સુધી વરસાદી રાઉન્ડ : મુંબઈમાં ભારે વર્ષાની ચેતવણી-એલર્ટ

મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, ગુજરાત, તટીય કર્ણાટકમાં પણ વરસાદની આગાહી

મુંબઇ,તા. 23
દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી થઇ ગઇ છે અને આવતા ચાર-પાંચ દિવસમાં દિલ્હી તથા ઉતરીય રાજ્યોમાં પણ પહોંચી જવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગ દ્વારા આવતા ત્રણ-ચાર દિવસ દરમ્યાન ગુજરાત સહિતના રાજ્યોમાં વરસાદનો રાઉન્ડ શરુ થવાની આગાહી છે.

હવામાન ખાતાની આગાહી મુજબ મુંબઈમાં ભારેવરસાદ થવાની શક્યતા છે અને તેને પગલે ઓરેન્ટ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે રાયગઢ-પુના સહિત પાંચ જીલ્લાઓમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય કોંકણ, ગોવા, તટીય કર્ણાટક તથા કેરળમાં ચાર દિવસ સુધી વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. મધ્ય મહારાષ્ટ્રમાં 24 થી 26 જુન, અંતરિયાળ કર્ણાટકમાં 24-25 જુન, ગુજરાતમાં 25-26 જુન સારો વરસાદ થવાની આગાહી છે.

ઉતર ભારતનારાજ્યોમાં પણ ધીમે-ધીમે ચોમાસુ આગળ વધી રહ્યું છે. પ્રિ-મોન્સુન એક્ટીવીટી હેઠળ કેટલાંક રાજ્યોમાં વરસાદ થઇ રહયો છે. 26 જૂન સુધી બિહાર, ઝારખંડ, ઓડિસા તથા છતીસગઢ પણ વરસાદની આગાહી છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના રિપોર્ટ પ્રમાણે ઉતરીય રાજ્યોમાં પ્રિ-મોન્સુન ગતિવિધિ ધીમી પડી ગઇ છે. આવતા ત્રણ દિવસ વરસાદની સંભાવના નથી. ત્યારબાદ પશ્ચિમી પવન પૂર્વના થશે અને જ્યારે 28મીથી વરસાદ થઇ શકે છે. 28થી 30 જુન દરમ્યાન દિલ્હીમાં ચોમાસુ પ્રવેશી શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement