રાજકોટ,તા.23
સૌરાષ્ટ્ર-કચ્છમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના પ્રારંભે કોરોના સંક્રમણમાં વધારો થતા ફરી ચિંતા વધી રહી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પોઝિટીવ કેસો નોંધાઈ રહ્યા છે. રાજકોટ, ભાવનગર, જામનગર, જેવા મોટા શહેરોમાં કેસોમાં ઉછાળો આવ્યો છે. રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણાધિકારીએ તકેદારીના ભાગરૂપે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા આદેશ જારી કર્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ કોર્પોરેશન-17, ગ્રામ્ય-3 કુલ 17, ભાવનગર કોર્પોરેશન-11, જામનગર કોર્પોરેશન-7 ગ્રામ્ય-2 કુલ-9, અમરેલી-સુરેન્દ્રનગર 1-1 અને કચ્છ-4 મળી કુલ 46 પોઝિટીવ કેસ નોધાયા છે. જેની સામે રાજકોટ-11, ભાવનગર-7, જામનગર-4,કચ્છ-2 સહિત 25 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.રાજકોટ મહાનગરમાં સંક્રમણમાં સતત વધારો નોધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ કેવડાવાડી, લક્ષ્મીવાડી, ગાંધીગ્રામ, દ્વારકેશ પાર્ક, સરસ્વતીનગર, આમ્રપાલી ફાટક, સ્વાતી સોસાયટી, અમીત માર્ગ, રતનામ સોસાયટી, શ્રીમદ્ સોસાયટી મોટીટાંકી ચોક, મેઘાલીનગર,સહિતના વિસ્તારોમાં 17 પોઝિટીવ દર્દીઓ નોધાયા છે.
ભાવનગર:- કોરોના મહામારી હવે શહેરના અનેક વિસ્તારોમાં પ્રસરી રહી છે. આજે શહેરના કાછીયાવાડ ,ઇસ્કોન મેગા સિટી, એરપોર્ટ રોડ, સુભાષનગર ,અનંતવાડી , ઘોઘા સર્કલ, વાઘાવાડી રોડ કાળીયાબીડ અને નવાપરા વિસ્તારમાં 11 લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે શહેરમાં થી સાત દર્દીઓ કોરોના મુક્ત થતા ડીસ્ચાર્જ થયા છે. વધુ 11 નવા કેસના પગલે હવે ભાવનગરમાં કોરોના એક્ટિવ દર્દીની સંખ્યા 45 થવા પામી છે.