જુનાગઢ, તા. ર3
મેંદરડા-સાસણ રોડ પર મોટર સાયકલ સાથે મોટર સાયકલ ભટકાતા ગોંડલના યુવાનનું સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું. આ અંગેની મેંદરડા પોલીસમાં મૃતક યુવાનના િ5તા ધરમસિંહભાઇ ત્રિકમભાઇ સોલંકી (ઉ.વ.64) હાલ ગોંડલ અક્ષર મંદિર પાસે મુળ નાની ખોડીયાર (મેંદરડા)ના પુત્ર મનોજ તેની મોટર સાયકલ નં. જીજે 11 સીબી 3પ13માં જઇ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ નં. જીજે 11 સીબી 9116ના ચાલકે મેંદરડા-સાસણ રોડ આડા ઉતરતા મનોજના મોટરસાયકલ સાથે ભટકાવી દેતા માથામાં શરીરે ગંભીર ઇજા થતા મોત નોંધાયું હતું. બનાવની તપાસ મેંદરડા પીએસઆઇ મોરીએ હાથ ધરી છે.
સાસરીયાઓનો ત્રાસ
જુનાગઢ ઝાંઝરડા રોડ પર પુલકીત સ્કુલ પાસે રહેતી અને મોરબી સર્કિટ હાઉસ સામે સાસરીયું ધરાવતી પુજાબેન હીરેન વૈષ્ણવએ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેનો પતિ હીરેન અનિલ વૈષ્ણવ જે એસ.ટી.માં નોકરી કરતો હોય, તેમના પત્નીને તેના પિતાના ઘરેથી પૈસા લઇ આવવા બાબતે માર મારી મોબાઇલમાં બિભત્સ મેસેજ કરી ઘરમાંથી નીકળી જજે નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપ્યાની પતિ હીરેન અનિલ વૈષ્ણવ અને ચંદ્રિકાબેન અનિલ (સાસુ) સામે ફરીયાદ નોંધાવતા મહિલા પીએસઆઇ કે.ડી.કરમટાએ તપાસ હાથ ધરી છે.