મુંબઇ,તા.23 : મહારાષ્ટ્રમાં હાલ ચાલી રહેલા રાજકીય સંગ્રામ વચ્ચે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ પાટીલે ભાજપનું વલણ સ્પષ્ટ કરતા કહયું હતું કે, મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ભાજપ મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારનો દાવો નથી કરી રહી. પાર્ટી નેતા દેવેન્દ્ર ફડનવસ સાથે મુલાકાત કરનાર દાનવેએ મીડીયાને જણાવ્યું હતું કે,
શિવસેનાનો કોઇપણ ધારાસભ્ય પાર્ટીના (ભાજપના) સંપર્કમાં નથી અમે એકનાથ શિંદે સાથે કોઇ વાત નથી કરી. આ શિવસેનાનો આંતરિક મામલો છે. ભાજપનું આની સાથે કંઇ લેવા દેવા નથી. દરમિયાન મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંગ્રામ વચ્ચે શિવસેનાએ આજે સ્પષ્ટ કર્યુ હતું કે, ઉદ્ધવ ઠાકરે હાલ રાજીનામું નહીં આપે, જોકે ઉદ્ધવ ઠાકરેએ સરકારી આવાસ વર્ષોથી નીકળીને પોતાના નિવાસ માતોશ્રી પહોંચી ગયા છે.