મહારાષ્ટ્રમાં એક તરફ ઉધ્ધવ ઠાકરે સરકારે બહુમતી ગુમાવી દીધી હોવાના સંકેત છે અને શિવસેનાના 37થી વધુ ધારાસભ્યો અને અપક્ષો સહિત 45 ધારાસભ્યો બાગી કેમ્પમાં પહોંચી ગયા છે તે વચ્ચે પણ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે રાજીનામુ આપવા કરતાં વિધાનસભામાં બળાબળના પારખા માટે તૈયારી કરી રહ્યા હોવાના સંકેત છે. આજે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે મુખ્યમંત્રીપદેથી ઉધ્ધવ ઠાકરેના રાજીનામા અંગે કોઇ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું અને જણાવ્યું હતું કે થોડા ધારાસભ્યો જવાથી સરકારને કોઇ ફર્ક પડનાર નથી અને વિધાનસભામાં જ્યારે બળાબળના પારખા થશે ત્યારે સાચુ ચિત્ર સામે આવી જશે.સંજય રાઉતે દાવો કર્યો કે જે ધારાસભ્યો હાલ ગુવાહાટીમાં છે તેઓમાંથી મોટાભાગના શિવસેનામાં પરત ફરશે.