મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી વચ્ચે પ્રિયંકા ગાંધી મુંબઈમાં

23 June 2022 11:59 AM
India Maharashtra Politics
  • મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી વચ્ચે પ્રિયંકા ગાંધી મુંબઈમાં

ખાનગી મુલાકાત હોવાની જાહેરાત પણ શરદ પવાર સાથે બેઠક યોજાશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી આજે મુંબઈ પહોંચનાર છે. જો કે તેઓ એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા મુંબઈ આવ્યા હોવાનું જણાવ્યું છે. પરંતુ તેઓ એનસીપી વડા શરદ પવાર સાથે બેઠક કરી શકે છે. મહારાષ્ટ્રમાં હવે એનસીપી-કોંગ્રેસ અને શિવસેના અલગ પડે તેવા દ્રશ્યો વચ્ચે પ્રિયંકાની આ મુલાકાત પર રાજકીય વર્તુળોની નજર છે.


Related News

Loading...
Advertisement
Advertisement