અમૂલના MD ની કારનો અકસ્માત : આર.એસ. સોઢી અને ડ્રાઈવરને સામાન્ય ઇજા

23 June 2022 12:14 PM
Ahmedabad Gujarat
  • અમૂલના MD ની કારનો અકસ્માત : આર.એસ. સોઢી અને ડ્રાઈવરને સામાન્ય ઇજા

આણંદ,તા. 23
આણંદ-બાકરોલ રોડ પર અમુલના એમડી આર.એસ. સોઢીની કારનો અકસ્માત થયો હતો. ટુ-વ્હીલર સાથેના અકસ્માતને ટાળવા જતાં કાર પલટી ખાઈ ગઇ હતી. અમુલના એમડી અને તેમના ડ્રાઈવરને સામાન્ય ઇજા પહોંચતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન હેઠળ આવતી અમુલ બ્રાન્ડનાં મેનેજીંગ ડીરેક્ટર આર.એસ. સોઢીની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં એમડી અને ડ્રાઈવર સહિત ટુ-વ્હીલર ચાલકને ઇજા પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. તેઓ અમુલના હેડ ક્વાર્ટરથી અમુલ ડેરી રોડ ખાતે આવેલા પોતાના નિવાસસ્થાને જઇ રહ્યા હતા.

આણંદ બાકરોલ રોડ પર બુધવારે રાત્રે 9 કલાકે ટુ-વ્હીલર સાથે અકસ્માત ટાળવા ડ્રાઈવરે અચાનક ટર્ન લીધો હતો અને કાર પરનો કંટ્રોલ ગુમાવી બેસતા કાર ડીવાઈડર સાથે અથડાતા પલ્ટી ખાઈ ગઇ હતી.

અકસ્માત બાદ આર.એસ. સોઢી અને તેમના ડ્રાઈવરને આણંદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેઓને સામાન્ય ઇજા પહોંચી હોવાથી હાલ તેઓ સ્વસ્થ છે. તેમજ અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલકને પણ સામાન્ય ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતા કંપનીના સિનિયર અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement