વડોદરાનો ચોંકાવનારો કિસ્સો : જેના અંતિમ સંસ્કાર કર્યા તે પુત્ર જીવતો ઘરે આવ્યો

23 June 2022 12:16 PM
Vadodara Gujarat
  • વડોદરાનો ચોંકાવનારો કિસ્સો : જેના અંતિમ સંસ્કાર કર્યા તે પુત્ર જીવતો ઘરે આવ્યો

પિતા, પુત્ર અને સગાઓ સહિત 15 લોકો લાશ ઓળખવામાં થાપ ખાઈ ગયા

વડોદરા,તા. 23
વડોદરામાં એક ફિલ્મી કિસ્સો સામે આવ્યો છે. ફિલ્મોમાં જ જોયું હશે કે મૃત્યુ બાદ કોઇ તેજ જીવીત વ્યક્તિ સામે આવી હોય. વડોદરામાં એક પરિવારે બિનવારસી લાશને પોતાનો પુત્ર માની અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. પોલીસ પણ થાપ ખાઈને લાશ પરિવારજનોને સોંપી દીધી હતી. પરિવાર જ્યારે સ્મશાનથી ઘરે આવ્યો ને થોડીવારમાં પુત્ર ઘરે આવ્યો. પુત્રને જીવતો જોઇ ડૂસકા ભરતા પરિવારજનો ચોંકી ઉઠ્યા.

16 જુનના વડોદરાના દુમાડ ચોકડી પાસે હાઈવે પર છાણી પોલીસને 45 વર્ષિય અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. ત્યારે વાઘોડિયા સોમેશ્ર્વરપુરા ગામના શનાભાઈએ લાશ પોતાના પુત્ર સંજયની હોવાનું પોલીસને કહ્યું હતું. દીકરાની લાશ જોઇ માતા-પિતા ભાંગી પડ્યા હતા. ભારે હૃદયે દીકરાના અંતિમ સંસ્કાર કર્યા પરંતુ ઘરે આવ્યા બાદ પોતાના પુત્રને જીવતો જોઇ પરિવારમાં હરખની હેલી છવાઇ ગઇ.

પિતા પુત્ર અને સગા સંબંધીઓ સહિત 15 લોકો લાશ ઓળખવામાં થાપ ખાઈ ગયા હતા.હાલ પોલીસે ફરીથી અજાણી લાશ જાહેર કરી કાર્યવાહી શરુ કરી છે. શનાભાઈએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર બે મહિનાથી ઘરે આવતો ન હતો. અને દારુ પીવાની ટેવ છે. જ્યારે ડેડ બોડી મળી ત્યારે પોતાના દિકરા જેવો ચહેરો જણાતા તેને જ પોતાનો દીકરો સમજી લીધો.


Related News

Loading...
Advertisement
Advertisement