(ગની કુંભાર) ભચાઉ : પુર્વ કચ્છના પ્રવેશદ્વાર વાગડ વિસ્તાર તાલુકા જેવો આડેસર ગ્રામ પંચાયત ને એટીવીટીથી બાકાત રાખવામાં આવ્યું છે. એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી જેથી વિકાસમાં રૂકાવટ આવી છે. આડેસર ગામમાંથી રાપર તાલુકાના એકમાત્ર કચ્છ જિલ્લા પંચાયતના એકમાત્ર ચેરમેન આવતા હોય આડેસર ગામમાંથી બે બે તાલુકા પંચાયતના સદસ્ય હોવા છતાં આડેસર ગ્રામ પંચાયત ને એટીવીટી અને 15% વિવેકાધીન તેમજ અંગભુતની અંદાજીત 3.5 કરોડ ગ્રાંટમાંથી એક રૂપિયાની ફાળવણી નહિ. આડેસર સાથે ઓરમાયું વર્તન દાખવવામાં આવ્યું છે. તેમ આડેસરના સરપંચ અજયપાલસિંહે જણાવેલ છે.